મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ફાધર્સ ડે ની સાચી અને સાર્થક ઉજવણી કેવી રીતે કરી શકાય ?


SHARE











ફાધર્સ ડે ની સાચી અને સાર્થક ઉજવણી કેવી રીતે કરી શકાય ?

આજના યુગમાં પિતા અને બાળકો વચ્ચે સંવાદ વધી રહ્યો છે અને મિત્રતાભર્યા સંબંધોમાં તે પરિવર્તિત થઇ રહ્યો છે. જો કે, કયાંકને કયાંક મર્યાદાનો બંધ તૂટી રહ્યો છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. પિતા પહેલા પણ તેના સંતાનો માટે મિત્ર, સલાહકાર અને ગુરૂ હતા અને આજે પણ છે પરંતુ આધુનિક યુગમાં સંતાનોને પાપા પગલીથી લઈને પગભર કરવા સુધીની તમામ જવાબદારીઓને બખૂબી નિભાવનારા પિતાને સમજી શકતા નથી. ત્યારે આજે ફાધર્સ ડે નિમિતે ઘણા બધા યુવાનો અવનવી રીતે તેની ઉજવણી કરશે જો કે, આજથી પિતાને સમજવાનો સંકલ્પ કરશો તે તે ફાધર્સ ડે ની સાચી અને સાર્થક ઉજવણી હશે

ગુજરાતીમાં અને સાહિત્યમાં મા, બહેન અને ભાઇ વિષે ઘણું બધું લખાયું છે અને કહેવાયું છે.  પણ પિતા વિષે બહુ આોછું લખાયું છે.  એનો અર્થ એવો નથી કે પિતાનું મૂલ્ય નથી. જીવનમાં ડગલે અને પગલે ભણેલ હોય કે અભણ, ધનિક હોય કે નિર્ધન, સુખી હોય કે દુખી કોઈ પણ સ્થિતિમાં સંતાનોની જરૂરિયાતને પૂરી કરવા માટે કોઈ કસર ન છોડે તે પિતા. ઘરની ચાર દીવાલો વચ્ચે રહેતી માતા સંતાનોની વધુ નજીક હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો કે, સંતાનો સહિત પરિવારના હિત માટે આર્થિક ઉપાર્જન સાહિતની જવાબદારીને પૂરી કરવા માટે પિતા ઘરની બાહર હોય છે જો કે,બાપા એટલે બાનો પા ભાગનો પ્રેમ. હા, વાસ્તવમાં માતાને સંતાન માટે જેટલાં પ્રેમ, મમતા અને લાગણી હોય છે તેનાથી વધુ તેના પિતા માટે હોય છે કેમ કે, તેની માંગ્યા વગરની માંગણીઓ પણ પુરી કરવાની ક્ષમતા ભગવાને પિતાને આપેલ છે જેથી કરીને સંતાનો માટે તેના પિતા સુપર હીરો પણ કહેવામા આવે છે કોઈપણ બાળકને તેની માતા જીવન જીવવાનો મંત્ર આપતી રહે છે. તો પિતા એ જીવનને સફળ બનાવવાના પાઠ શીખવતો રહે છે. કેમ કે, કોઈપણ પિતા તેનાં સંતાનોને પોતાના કરતાં સવાયા બનાવવા હંમેશ ઝંખે છે. ત્યારે દરેક સંતાન વર્તમાન સમયમાં પોતનીય આજુબાજુ અને સોશ્યલ મીડિયાના દરિયામાંથી ઘણું બધુ શીખવાનો પ્રયન્ત કરે છે તે સારી જ બાબત છે જો કે, તેના પિતાની પાઠશાળાના પાઠને જો સંતાનો જીવનમાં કંઠસ્થ કરવાની શરૂઆત કરશે તો અનુભવની શાળા કહી શકાય તેવા દરેક પિતા તેના સંતાનો માટે પથદર્શક પણ બની રહેશે






Latest News