મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ-૩ પાસે પુલ ઉપર કારમાં આગ લગતા આર્ટિગા સળગી ગઈ


SHARE







મોરબીમાં મચ્છુ-૩ પાસે પુલ ઉપર કારમાં આગ લગતા આર્ટિગા સળગી ગઈ

મોરબીમાં મચ્છુ-૩ પાસે પુલ ઉપરથી રાત્રિના સમયે ટ્રાફિક પસાર થઈ રહયો હતો ત્યારે આ પુલ ઉપરથી પસાર થતી અર્ટિગા કારમાં અચાનક શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી અને આખી કાર સળગી ઉઠી હતી. જેના કારણે રાજકોટ કચ્છ તરફ જવાના રસ્તા ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી જો કે, જિગ્નેશભાઈ બાબુભાઇ પટેલ (૩૯) રહે. એ-૬ યામિની પાર્ક, અંબિકા નગર ઓઢવ અમદાવાદ વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે, મચ્છુ-૩ પાસે પુલ ઉપર તેની કાર નંબર જીજે ૧ ડબલ્યુબી ૯૫૫૨ માં નીચેના ભાગે આગ લાગી હતી અને આ આગમાં કાર બળીને ખાખ થઈ ગયેલ છે અને કારમાં રહેલ ડોક્યુમેનટ, કારની સર્વિસ બુક સહિતના જરૂરી ડોક્યુમેનટ બળીને ખાખ થઈ ગયા છે






Latest News