મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથડતા કાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના ધામા


SHARE







મોરબીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથડતા કાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના ધામા

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી, ચોરીનો પ્રયાસ, લૂંટ, લૂંટનો પ્રયાસ, મારામારી, જીવલેણ મારામારી સહિતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે કાલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહમંત્રીની હાજરીમાં સમિક્ષા બેઠક રાખવામા આવી છે

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં જાણે કે તસ્કરો નાઈટ પેટ્રોલીંગ કરી રહ્યા હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે ત્યારે પોલીસના અસ્તિત્વની સામે જ સવાલો ઉઠી રહયા છે જેથી કરીને કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજુઆત કરી હતી જેથી કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવી (harsh sanghvi) કાલે મોરબી આવી રહયા છે અને કાલે સવારે ૧૦ વાગ્યે ઉચ્ચ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થા સંદર્ભે સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે






Latest News