મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ટાઇલ્સના ધંધાર્થી યુવાનને ૩૦ ટકા ઉંચા વ્યાજે રૂપિયા આપનારા પાંચ સામે ફરિયાદ: ચાર વ્યાજખોરોની ધરપકડ


SHARE







મોરબીમાં ટાઇલ્સના ધંધાર્થી યુવાનને ૩૦ ટકા ઉંચા વ્યાજે રૂપિયા આપનારા પાંચ સામે ફરિયાદ: ચાર વ્યાજખોરોની ધરપકડ

મોરબીમાં ટાઇલ્સનો ધંધો કરતાં યુવાનના ધંધામાં કોરોનાના લીધે આર્થિક મુશ્કેલી ઊભી થઈ હતી જેથી કરીને તેને જુદાજુદા પાંચ વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજખોરો દ્વારા તેની પાસેથી લાકડા જેવુ વ્યાજ લેવામાં આવતું જેની મોટાભાગની રકમ યુવાને આપી દીધી હતી તો પણ તે યુવાનને વ્યાજખોરો દ્વારા કુબેરનગર પાસે આવેલ ઓફિસે બોલાવીને ધમકાવીને ઉછીના નાણા આપેલ છે તેવા ખોટા સોગધનામા અને તેના આઇ.ડી.બી.આઇ બેંકના કોરા ચેકો બળજબરીથી પડાવી લેવામાં આવ્યા હતા તેમજ યુવાનને અને તેના પરિવાજનોને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવાને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધીને ચાર આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી કંડલા હાઇવે ઉપર આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં અમી પેલેસ પાછળ કૈલાશ ટાવરમાં બ્લોકનં.૧૦૧ માં રહેતા મયુરભાઇ કાનજીભાઇ ભીમાણી જાતે પટેલ (૩૩)એ નિર્મળભાઈ પીઠમલ બોરીચા આહીર રહે. ઉમા સોસાયટી દલવાડી સર્કલ મોરબી, પ્રકાશભાઈ પીઠમલ બોરીચા રહે. ઉમા સોસાયટી દલવાડી સર્કલ પાસે મોરબી, કાનજીભાઈ ઉર્ફે કાનો વીરડા જાતે બોરીચા આહીર રહે. વવાણીયા તાલુકો માળીયા, અતુલભાઈ બાળા જાતે બોરીચા આહીર રહે ઉમીયા સર્કલ પાસે યદુનંદન સોસાયટી મોરબી અને જતીનભાઈ આહીર રહે. નાગડાવાસ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૩૦/૭/૨૦૨૧થી આજદીન સુધી આરોપીઓ પાસેથી વ્યાજે લીધેલા રૂપિયાની સામે મોટાભાગની રકમ આપી દીધી છે તો પણ વ્યાજખોર દ્વારા વધુ રૂપિયા પડાવવા માટે આરોપીઓ દ્વારા તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી

મોરબી કુબેરનગર પાસે આરોપીની ઓફીસ આવેલ છે ત્યાં ફરિયાદી યુવાનને બોલાવવામાં આવ્યો હતો અને ત્યાં ફરિયાદી યુવાન કે જેને અલગ અલગ સમયે વ્યાજે પૈસા લીધેલ હતા અને વ્યાજે લીધેલ પૈસાનુ ઉચું વ્યાજ ચુકતે કરી આપેલ હોવા છતા આરોપીઓએ વધુ પૈસા પડાવવા માટે પઠાણી ઉઘરાણી કરી હતી અને અપશબ્દો બોલી આરોપીઓએ ફરિયાદી તથા તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી અને બળ જબરીથી નાણા કઢાવી લઇ તેમજ છરી બતાવીને હાથ ઉછીના નાણા આપેલના ખોટા સોગધનામા કરાવી લીધા હતા અને ફરિયાદી યુવાનની આઇ.ડી.બી.આઇ બેંકના કોરા ચેકો બળજબરીથી પડાવી લીધા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૮૪, ૩૮૬, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭, ૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ- ૨૦૧૧ ની કલમ-૪૦, ૪૨ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને પાંચ પૈકીનાં ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે

હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જે આરોપીને પકડવામાં આવેલ છે તેમાં નિર્મળભાઈ પીઠમલ બોરીચા અને તેનો ભાઈ પ્રકાશભાઈ પીઠમલ બોરીચા રહે. બંને ઉમા સોસાયટી દલવાડી સર્કલ પાસે મોરબી, કાનજીભાઈ ઉર્ફે કાનો વીરડા જાતે બોરીચા આહીર રહે. વવાણીયા તાલુકો માળીયા અને અતુલભાઈ બાળા જાતે બોરીચા આહીર રહે ઉમીયા સર્કલ પાસે યદુનંદન સોસાયટી મોરબી વાળાનો સમાવેશ થાય છે અને આ આરોપીઓએ ફરિયાદીને 30 ટકા વ્યાજે રૂપિયા આપેલ હતા અને ફરિયાદીએ મોટાભાગની રકમ આપી દીધી હતી તો પણ યેનકેન પ્રકારે વધુ નાણાં પડાવવા માટે તેને ધમકીઓ આપવામાં આવતી હતી અત્રે ઉલેખનીય છે કે, મોરબી શહેરમાં બિલાડીના ટોપની જેમ વ્યાજખોરો દ્વારા તેના હાટડા ખોલી નાખવામાં આવેલ છે અને 30 ટકા તેમજ તેનાથી પણ વધુ વ્યાજ વ્યાજખોરો દ્વારા વસૂલ કરવામાં આવતું હોય છે જેના લીધે ઘણા પરિવારના માળા વેરવિખેર થઈ જાય છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા ગેરકાયદે નાણાં ધીરધાર નો ધંધો કરનારા શખ્સોની સામે આકરા પગલાં લેવામાં આવે તે જરૂરી છે




Latest News