મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE







મોરબીમાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના હળવદ તાલુકાના મેરૂપર ગામે રહેતા માનસિક બીમાર યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવારમાં મોરબી લવાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજેલ છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા મેરૂપર ગામે રહેતા અરવિંદ કનુભાઈ તડવી નામના ૨૪ વર્ષીય યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે ગત તા.૧૧-૭ ના રોજ લાવવામાં આવ્યો હતો અને ટૂંકી સારવાર દરમિયાન ગઇકાલ તા.૧૨-૭ ના સાડા છએક વાગ્યાના અરસામાં અરવિંદ કનુભાઈ તડવી નામના ૨૪ વર્ષના યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસને જાણ થતા હમીરભાઈ ગોહિલે પ્રાથમિક તપાસ કરતા ખૂલ્યું હતું કે, મૃતક અરવિંદ તડવીને માનસિક બીમાર હોય માનસીક અસ્થિરતાને લઈને તેણે કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તા.૧૧ ના રોજ તેને સારવાર માટે મોરબી લવાયો હતો અને ટૂંકી સારવાર બાદ ગઈકાલે તા.૧૨ ના રોજ તેનું મોત નિપજ્યું છે.

યુવાન રાજકોટ ખસેડાયો 

મોરબીના રાજપર ગામે રહેતો વિજય મગનભાઈ પરસોંડા નામનો ૨૦ વર્ષનો યુવાન શનાળા-રાજપર રોડ ઉપરથી તેનું બાઈક લઈને જતો હતો ત્યાં રસ્તામાં તેને વાહન અકસ્માતના બનાવમાં ગંભીર ઈજાઓ થતાં ગત રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં તેને ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ ગંભીર ઈજાઓને લીધે હાલમાં વિજય પરસોંડાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે. બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના એન.એસ.લાવડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વૃધ્ધા સારવારમાં 

હળવદ તાલુકાના ટીકર(રણ) ખાતે રહેતા રૈયાબેન દેવાભાઈ ભરવાડ નામના ૬૧ વર્ષીય વૃદ્ધા ઘાટીલા અને ટીકરની વચ્ચેથી બાઈકના પાછળના ભાગે બેસીને જઇ રહ્યા હતા તે દરમિયાન તેમનું બાઈક સ્લીપ થઈ જતા જમણા પગે ઈજાગ્રસ્ત હાલતમાં તેઓને અહિંની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 






Latest News