મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

તસ્કરો બેખોફ, ખાખી સરમિંદા: મોરબીમાં બે દુકાનમાં તાળાં તોડીને ચોરી


SHARE







તસ્કરો બેખોફ, ખાખી સરમિંદા: મોરબીમાં બે દુકાનમાં તાળાં તોડીને ચોરી

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ બે દુકાનને તસ્કરોએ નિશાના બનાવી છે અને કપડા, ગુટકા, માવા અને રોકડ મળીને દોઢ લાખ કરતાં વધુના મુદામાલની ચોરી કરવામાં આવી છે અને મોરબી જીલ્લામાં તસ્કરો બેખોફ હોય અને ખાખી રમિંદ હોય તેવો ઘાટ સર્જાયો છે

મોરબીના રાજપર રોડ ઉપર રામાપીરના મંદિર સામે આવેલ ઉમિયા પ્રોવિઝન સ્ટોર અને ક્રિષ્ના ગેસ એજન્સી નામની બે દુકાન તસ્કરો દ્વારા તોડવામાં આવી છે અને કરીયાણાની દુકાનમાંથી કપડા, ગુટકા અને માવા સહિતની વસ્તુ લઇ ગયા છે જો કે, ક્રિષ્ના ગેસ એજન્સીમાં હિસાબના રૂપિયા પડ્યા હતા તે ૧.૫૦ લાખ રૂપિયા લઈ ગયા હોવાનું અનવરભાઈ હુશેનભાઈએ જણાવ્યુ છે આ બનાવ અંગે દુકાનદારે મોરબી પોલીસને જાણ કરી હોવાથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે જો કે, છેલ્લા દિવસોથી જે રીતે સતત ચોરીની ઘટનાઓ બની રહી છે તે જોતાં તસ્કરો જીલ્લામાં બેખોફ હોય અને ખાખી સરમિંદા હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે






Latest News