મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

રાજ્યની શિક્ષણનીતિ દિશાહિન: મોરબીની શૈક્ષણિક સંસ્થા શિક્ષણમંત્રીને રજૂઆત


SHARE







રાજ્યની શિક્ષણનીતિ દિશાહિન: મોરબીની શૈક્ષણિક સંસ્થા શિક્ષણમંત્રીને રજૂઆત

મોરબી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન મોરબીના ટ્રસ્ટી અને સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિરના નિયામ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણનીતિ આવકારવામાં આવી છે અને રાજ્યની શિક્ષણનીતિ દિશાહિન હોવાનું કહીને રાજ્યના શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને ધો. ૧ થી ૩ માં અંગ્રેજી વિષય શરૂ કરવાના દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય મુદે ફેર વિચારણા કરવાની માંગ કરવામાં આવી છે

 

મોરબી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન મોરબીના ટ્રસ્ટી અને સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિરના નિયામ દ્વારા શિક્ષણમંત્રીને જે રજૂઆત કરવામાં આવી છે તેમાં લખ્યું છે કે, પ્રાચીન ભારતનો ઇતિહાસ વૈભવ અને ગૌરવપૂર્ણ રહ્યો છે પ્રાચીન સમયમાં શિક્ષણનું નેતૃત્વ સમગ્ર વિશ્વમાં ભારતનું હતું. જ્ઞાન પ્રાપ્તિ માટે વિશ્વના વિદ્યાર્થીઓ ભારતીય વિદ્યાપીઠોમાં સંસ્કૃત ભાષાનાં માધ્યમથી બધા જ વિષયોનું અધ્યયન કરતાં હતા અનેક વિધર્મી આક્રમણો વચ્ચે ભારત અડીખમ રહ્યું અને આર્થિક લૂંટ, હત્યાઓ, અત્યાયારો, ધાર્મિક સ્થાનો પર કુઠરાધાત વચ્ચે પણ ભારત ભારતની સંસ્કૃતિ, સંસ્કારો, ખાન-પાન, રીત-રિવાજો, ભાષા, જીવનશૈલી અન્ન રહ્યા છે આપણાં ઉપર અંતિમ શાસન કરનાર અંગ્રેજોએ આ બધુ જોઈ આપણને બદલાવવા માટે આપણી શિક્ષણ વ્યવસ્થા બદલી હતી અને માલીકોના બદલે નોકર (નોકરી) ની પ્રતિષ્ઠા વધી અંગ્રેજી ભાષાને મહત્વ આપીને આપણને હિનતાબોધ કરાવવાનો પ્રયત્ન ચાલે છે

દેશનાં કેટલાય બધા સાંસ્કૃતિક સંગઠનો, સામાજિક સેવાકીય તથા આધ્યાત્મિક સંસ્થાનો આપણી સંસ્કૃતિ માટે કામ કરે છે અને કેન્દ્રમાં, ગુજરાતમાં તથા અનેક રાજ્યોમાં રાષ્ટ્રીય વિચારધારાને વરેલા પક્ષની સરકાર છે ત્યારે શિક્ષણમંત્રી પાસે ગુજરાતના શિક્ષણ જગતને વિશેષ અપેક્ષા હોય તે સ્વાભાવિક છે પરંતુ હાલમાં ગુજરાત સરકારે ધોરણ એક તથા બે માં અંગ્રેજી વિષય મૌખિક તથા ધોરણ ત્રણથી આ વિષય અન્ય વિષયની જેમ જ ભણાવાશે તેવો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ માનીને શા માટે દુર્ભાગ્યપૂર્ણ છે તેની વિસ્તુત રજૂઆત કરવામાં આવી છે અને શાસ્ત્રીય તથા વૈજ્ઞાનિક તથ્યો આપીને આ નિર્ણય માટે ફેર વિચારણા કરવાની માંગ કરવામાં આવી છે






Latest News