મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારા નજીક મિતાણા પાસે થયેલ જીવલેણ અકસ્માતમાં મૃતક સામે ગુનો નોંધાયો


SHARE







ટંકારા નજીક મિતાણા પાસે થયેલ જીવલેણ અકસ્માતમાં મૃતક સામે ગુનો નોંધાયો

મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા મિતાણા વચ્ચે પાણીના ટેન્કર સાથે રિક્ષા અથડાતા ઇજા પામેલા વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં પોલીસે આ બનાવમાં મૃતકના દીકરાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના નવલખી બાયપાસ રોડ ઉપર ભાંગલની વાડીમાં રહેતા દેવરાજભાઈ ખેતાભાઇ પરમાર (૫૫) રિક્ષા ચલાવવાનું કામ કરે છે અને પોતાની રિક્ષા જીજે ૩૬ યુ ૬૨૧૮ લઈને તેઓ મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા મીતાણા વચ્ચેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અકસ્માતના બનાવમાં તેને ઇજા થઈ હોવાથી દેવરાજભાઈ ખેતાભાઇ પરમારનું મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે હાલમાં મૃતકના દીકરા દયારામ દેવરાજભાઈ પરમાર (૨૨) ની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને મૃતકના દીકરાના જણાવ્યા પ્રમાણે તેના પિતા રિક્ષા લઈને જતાં હતા ત્યારે મોરબી રાજકોટ વચ્ચે ડિવાઈડરમાં વૃક્ષો વાવવામાં આવ્યા છે તેને પાણી પાવા માટે જે ટ્રેક્ટર નંબર જીજે ૩ એલજી ૬૯૯૦ માં ટેન્કર લગાવીને પાણી નાખતા હતા તેની સાથે રિક્ષા અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેના પિતાનું મોત નીપજયું છે






Latest News