મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે ચોથા માળેથી નિચે પટકાયેલા યુવાનનું મોત


SHARE







મોરબીના મહેન્દ્રનગર પાસે ચોથા માળેથી નિચે પટકાયેલા યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે નવા બની રહેલા બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પટકાયેલ યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો જ્યાં ટુંકી સારવાર દરમિયાન નાની વાવડી ગામના ગરાસીયા યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાની વાવડી ગામના રાજેન્દ્રસિંહ દોલુભા જાડેજા જાતે દરબાર નામનો ૩૬ વર્ષનો યુવાન શહેરના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સીએનજી પમ્પ નજીકના ઈન્દ્ર પ્લાજા નામના નવા બાંધકામ થઈ રહેલા બીલ્ડીંગના ચોથા માળે હતો અને ત્યાં એક દુકાનના રવેશમાંથી બીજી દુકાનના રવેશમાં જતા સમયે ત્યાં પાણી ભરેલ હોય પગ લપસી જતાં ચોથા માળેથી રાજેન્દ્રસિંહ જાડેજા નિચે પટકાયા હતા જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે લઈ જવાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા ત્યાં ટુંકી સારવાર દરમિયાન રાજેન્દ્રસિંહ જાડેજાનું મોત નીપજયું હતું. બનાવ સંદર્ભે તેમના મોટાભાઇ કનકસિંહ દોલુભા જાડેજાએ પોલીસને જાણ કરતા બી ડિવિજન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઈ સુમરાએ આગળની તપાસ હાથ ધરી છે.

બાઈક બોલેરો સાથે અથડાતાં બે ને ઈજા

મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ડબલ સવારીમાં રોંગ સાઈડમાં જતું બાઈક સામેથી આવતી સ્કોર્પિયો સાથે અથડાતા રોહિત મુકેશ વરાણીયા (૧૮) રહે.ત્રાજપર તેમજ માંગીલાલ ઉધીલાલ બામણીયા (૧૯) રહે. સિમ્પોલો સીરામીક વાળાઓને ઈજાઓ થતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.

પૈસા પરત માંગતા માર પડ્યો

મોરબીના સામાકાંઠે પાડાપુલ નીચે નદીના પટમાં રહેતા શંકરભાઈ છગનભાઈ મીઠાપરા નામના ૪૨ વર્ષના આધેડને મારામારીમાં ઇજા થતાં તેમને સારવાર માટે સિવિલે લઇ જવામાં આવ્યા હતા. બાદમાં નિવેદનમાં તેઓએ પોલીસને જણાવ્યા પ્રમાણે, તેઓએ પોતાના પુત્રને હાથ ઉછીના પૈસા આપ્યા હતા જે પૈસા પરત માંગતા તેમના પુત્રની વહુએ બોલાચાલી કરીને પૈસા બાબતે ઝઘડો કરી માર માર્યો હતો જેથી તેની સારવારમાં ખસેડાયા હતા..!

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News