મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા માનવ ટ્રસ્ટ આયોજીત સંસાર રામાયણ કથાનું સમાપન


SHARE







મોરબીમાં ઉમિયા માનવ ટ્રસ્ટ આયોજીત સંસાર રામાયણ કથાનું સમાપન

મોરબીમાં ઉમિયા માનવ ટ્રસ્ટ દ્વારા રામેશ્વર ફાર્મ ખાતે સંસાર રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના છેલ્લા દિવસે પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા,પૂર્વ મંત્રી ચીમનભાઈ  સાપરિયા તેમજ જેરામભાઈ વાંસજાળીયા પ્રમુખ ઉમિયાધામ સીદસરમૌલેશભાઈ ઉકાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કથા દરમ્યાન અનેક લોકોએ વ્યસન છોડવાનો સંકલ્પ કર્યો હતો. નાની નાની દિકરીઓએ મોબાઈલના વળગણને તિલાંજલિ આપી હતી.

મોરબી જિલ્લામાં પાટીદાર પરીવારમાં અશક્ત અને નિરાધાર 246 જેટલા વ્યક્તિઓ છે જેમના જીવન નિર્વાહ માટે ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા લજાઈ પાસે ભીમનાથ મહાદેવની બાજુમાં ૪૦ વિઘા જમીનમાં ૮૦ રૂમ ધરાવતું અને ૨૦૦ નિરાધાર લોકોનો સમાવેશ થઈ શકે એવું એ.સી.જેવી અદ્યતન સુવિધા ધરાવતું બાર કરોડની માતબર રકમના બજેટવાળું માનવ મંદિરનું બાંધકામ પૂર્ણ થવાના આરે છે ત્યારે માનવ મંદિરના લાભાર્થે યોજાયેલી સંસાર રામાયણ કથા દરમ્યાન માનવતાના આ મહાયજ્ઞમાં આર્થિક યોગદાન આપનાર દોઢસો જેટલા પાટીદાર દાતાઓનું વિશિષ્ટ રીતે બનાવેલ ઉમિયાજીની મૂર્તિ દ્વારા પાટીદાર શ્રેષ્ઠી, પાટીદાર ભામશા, પાટીદાર કર્ણ અને પાટીદાર ભગીરથ તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ઉમિયાધામ ઉંઝા અને સિદસરના હોદેદારો દ્વારા અને 350 જેટલા દાતાઓનું સન્માન સતશ્રીના વરદ હસ્તે ખેસ પહેરાવી કરાયું હતું. સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞમાં શિવ વિવાહ, રામ જન્મોત્સવ,શ્રવણ યાત્રા, સીતારામ વિવાહ, કેવટ પ્રસંગ,ભરત મિલાપ,શબરી પ્રસંગ, રામેશ્વર પૂજન, રામ રાજ્યાભિષેક વગેરે પ્રસંગો ખુબજ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યા હતા.સમસ્ત મોરબી પંથકના લોકોએ દદરરોજ હજારોની સંખ્યામાં કથા સ્થળે પધારી કથા શ્રવણનો લાભ લીધો હતો.






Latest News