મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના વિર વિદરકામાં દીકરીની ખરાબ વાતો કરનારને સમજાવવા ગયેલ ચાર વ્યક્તિને ચાર શખ્સોએ માર માર્યો


SHARE







માળીયા(મી)ના વિર વિદરકામાં દીકરીની ખરાબ વાતો કરનારને સમજાવવા ગયેલ ચાર વ્યક્તિને ચાર શખ્સોએ માર માર્યો

માળીયા તાલુકાના વિર વિદરકા ગામે રહેતા પરિવારની દિકરી વિશે ગામમાં એક શખ્સ ખરાબ વાતો કરતો હતો જેથી ખરાબ વાતો કરનારા શખ્સને સમજાવવા માટે ચાર વ્યક્તિઓ ગયા હતા ત્યારે તેઓની સાથે માથાકૂટ કરીને બોલાચાલી કરીને ગાળો આપી પથ્થરમાં છુટ્ટા ઘા કરીને તેમજ બાવળના બડીકાથી ચાર શખ્સોએ માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા ચાર વ્યક્તિઓને સારવાર માટે લાવ્યા હતા અને ત્યાર બાદ એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે માળીયા તાલુકાના વિર વિદરકા ગામે રહેતા હીરાભાઈ રતુભાઈ થરેશાએ માળીયા તાલુકાના વિર વિદરકા ગામે રહેતા વિક્રમભાઈ જેન્તીભાઈ શંખેશરીયા, સુધીરભાઈ લાલજીભાઈ શંખેશરીયા, બટુકભાઈ રણછોડભાઈ શંખેશરીયા અને જયંતિભાઈ લાલજીભાઈ શંખેશરીયાની સામે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપી વિક્રમ જયંતીભાઈ શંખેશરીયા રમેશભાઈ રતુભાઈની દીકરી વિશે ગામમાં ખરાબ વાતો કરતો હતો જેથી કરીને તેને સમજાવવા માટે થઈને તેઓ અને તેની સાથે નિલેશભાઈ, ભરતભાઈ અને અજયભાઈ ગયા હતા ત્યારે આરોપી વિક્રમભાઈ, સુધીરભાઈ, બટુકભાઈ અને જયંતિભાઈએ તેઓની સાથે માથાકૂટ કરી હતી અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને પથ્થર છુટ્ટા ઘા કરીને તેમજ લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને સમજાવવા માટે ગયેલા ચારેય વ્યક્તિઓને ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં અને ત્યાર બાદ હીરાભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ચારેય આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 






Latest News