મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શનાળા ગામે અઢી કરોડના ખર્ચે બનનારા ચેરિટિ ભવનનું સીએમએ ભૂમિ પૂજન કર્યું


SHARE







મોરબી જીલ્લામાં શનાળા ગામે અઢી કરોડના ખર્ચે બનનારા ચેરિટિ ભવનનું સીએમએ ભૂમિ પૂજન કર્યું

મોરબી જીલ્લામાં ચેરિટિ ભવનના નવા બિલ્ડિંગનું આજે રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં શનાળા ગામ પાસે અંદાજે અઢી કરોડના ખર્ચે આ ચેરિટિ ભવન તૈયાર કરવામાં આવશે

મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યા બાદ ચેરિટીનો કાયદો ગુજરાતમાં અમલમાં આવ્યો છે અને રાજયમાં ચેરિટી કમિશનર હસ્તકની જિલ્લા કક્ષાની વિવિધ કચેરીઓ કે, જે ભાડાના મકાનોમાં અથવા તો અન્ય સરકારી મકાનોમાં બેસતી હોય છે તેના પોતાના અલાયદા ભવન નિર્માણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યના કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં મોરબી સહિત રાજ્યના આઠ જીલ્લામાં વર્ચ્યુયલ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું અને મોરબીના શનાળા ગામ પાસે અંદાજે અઢી કરોડના ખર્ચે ચેરિટિ ભવન બનાવવામાં આવશે ત્યાં મોરબી જિલ્લાની પોતાની અલાયદી આસીસ્ટન્ટ ચેરિટી કમિશનરની કચેરી કાર્યરત થશે જેથી કરીને ત્યાં ટ્રસ્ટની નોંધણી, હોદેદારોના નામમાં સુધારા, તેના નાણાકીય વહીવટની ચકાસણી સહિતના કામ ઝડપથી કરવામાં આવશે આ તકે કલેક્ટર જે.બી.પટેલ, અધિક કલેક્ટર એન.કે. મુછાર અને મદદનીશ ચેરિટિ કમિશ્નર પૃથ્વીરાજસિંહ જાડેજા, મોરબી પાંજરાપોળના પ્રમુખ વેલજીભાઇ ઉઘરેજા (બોસ) સહિતના આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા 




Latest News