મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના સફાઇ કામદારોને ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા અનુરોધ


SHARE







મોરબી જિલ્લાના સફાઇ કામદારોને ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા અનુરોધ

રાજ્યના સફાઇ કામદારો તથા તેઓના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ મળી રહે તે માટે રાજ્યમાં ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના કાર્યરત છે.

આ યોજના હેઠળ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને ૧,૨૦,૦૦૦ ની નાણાંકીય  સહાય મળવાપાત્ર છે. જે અરજદારને ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. જે અન્વયે નાણાંકીય વર્ષ – ૨૦૨૨-૨૩ દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેવા અરજદારોએ https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે. અને પોર્ટલ ઉપર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ માત્ર ઓનલાઈન સબમીટ કરવાના રહેશે. વધુ માહિતી માટે મોરબીના જિલ્લા મેનેજરગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને જિલ્લા નિયામકઅનુ.જાતિ કલ્યાણજિલ્લા સેવા સદન ની કચેરીકચેરી નં.૪૬/૪૭સો ઓરડીમોરબી ખાતે સંપર્ક કરવા એ.એમ.છાસિયાજિલ્લા મેનેજરગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ મોરબીની યાદીમાં જણાવાયું છે.






Latest News