મોરબીના શનાળા ગામે તળાવમાં મૃત્યુ પામેલા માછલીઓનો મનપા દ્વારા નિકાલ કરાયો મોરબીના જેતપર ગામે કાલે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: સમગ્ર ગુજરાતનાં ખેડૂતોને રક્તદાન કરવા કરાયું આહ્વાન મોરબીના ગોરખીજડીયા ગામે પ્રાથમિક શાળામાં બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો ગુજરાત સહિત દેશમાં વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા કોંગ્રેસ દ્વારા એપ્લીકેશન લોન્ચ કરાઇ: મોરબીમાં પત્રકાર પરિષદ યોજાઇ મોરબી : ઘુંટુ ખાતેથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં પકડાયેલ ઈસમ જેલહવાલે મોરબીમાં રીક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ટોળકી સક્રિય...? નઝરબાગ રેલ્વે સ્ટેશનથી બેઠેલા યુવાનને નવલખી રોડે લૂંટવા પ્રયાસ : યુવાન ચાલુ રીક્ષાએ કૂદી જતા સારવારમાં વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ઉપર ગ્રામજનો દ્વારા કર્યો હતો ચકકાજામ વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ પર નવી એસ.ટી. બસ સેવાનો પ્રારંભ
Breaking news
Morbi Today

"તમે અમારા શેઢે બાવળીયા કાપેલ છે" કહીને માલણીયાદમાં વૃધ્ધને માથામાં ધાર્યું ઝીકયું


SHARE











હળવદના માલણીયાદ ગામે "તમે અમારા શેઢે બાવળીયા કાપેલ છે" કહીને વૃધ્ધને માથામાં ધાર્યું ઝીકયું: ચાર સામે નોંધાયો ગુનો

હળવદ તાલુકાનાં માલણીયાદ ગામે રહેતા વૃદ્ધ ખેડૂતને "તમે અમારા શેઢે બાવળીયા કાપેલ છે" તેવું કહીને ચાર શખ્સો દ્વારા માર મારીને માથામાં ધારીયું મારવામાં આવ્યુ હતુ જેથી કરીને ઇજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે લાવ્યા હતા અને હાલમાં તેમણે ચાર શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા અને માલણીયાદ ગામે ખેતર ધરાવતા અંબારામભાઈ ભવાનભાઈ કણજારીયા જાતે દલવાડી (૫૭)ને તે ગામની અંદર રહેતા મહાવીરસિંહ ગંભીરસિંહયુવરાજસિંહ મહાવીરસિંહઅર્જુનસિંહ ગંભીરસિંહ અને લખુભા ઉર્ફે બટુકસિંહ રહે. તમામ જૂના માલણીયાદ વાળાએ માર માર્યો હતો જેથી કરીને તેઓને ઇજા થતા તેમને સારવારમાં લઇ ગયા હતા અને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેઓએ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપીઓએ "તમે અમારા જમીનના શેઢે બાવળીયા કાપેલ છે" તેવું કહીને ગાળો આપી હતી અને ત્યારબાદ તેને માર માર્યો હતો અને ત્યારે મહાવીરસિંહે વૃધ્ધને માથામાં ધારીયું માર્યુ હતુ જેથી તેઓને ઈજા થઈ હતી અને આ બનાવમાં હાલમાં હળવદ તાલુકા પોલીસે ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News