મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર રોડે ક્રિકેટ સટ્ટાના ગુનામાં મુંબઇનો શખ્સ પકડાયો


SHARE











મોરબીના ધરમપુર રોડે ક્રિકેટ સટ્ટાના ગુનામાં મુંબઇનો શખ્સ પકડાયો

મોરબીના સામેકાંઠે ધરમપુર રોડ ઉપર ઉમા ટાઉનશીપથી આગળ આવેલ આદર્શ સોસાયટી નજીક ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ પકડ્યો હતો આ ગુનામાં મુંબઈના એક ઇસમનું નામ સામે આવ્યું હતું જેથી ટેન પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તે આરોપીની ધરપકડ કરાઇ છે

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપથી આગળ ધરમપુર રોડ ઉપર આવેલી આદર્શ સોસાયટી નજીકથી ધવલ અમૃત પરમાર જાતે દરજી (ઉમર ૩૮) રહે.આદર્શ સોસાયટી ઉમા ટાઉનશીપ રોડ મોરબી-૨ ને ક્રિકેટ સટ્ટો રમતો પકડી પાડયો હતો.જેતે સમયે પકડાયેલ ધવલ દરજી ડાયમંડ એકસ નામની આઈડી મેળવીને પોતાના મોબાઇલ ફોનથી મુંબઇના ઇસમનો સંપર્ક કરીને ક્રિકેટ મેચમાં લાઇન ગુરૂ એપ્લિકેશનમાં મેચની હારજીત અને રનફેરનો જુગાર રમી સટ્ટો લગાવી રહ્યો હોય રૂપિયા પાંચ હજારની કિંમતના સેમસંગ કંપનીના મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા ૩૬૦૦ એમ કુલ મળીને રૂા.૮૬૦૦ ની મતા સાથે જેતે સમયે પોલીસ દ્રારા ધવલ અમૃત પરમાર જાતે દરજી નામના શખ્સની ધરપકડ કરવામાં આવેલ હતી અને મુંબઇના દહીંસર ઇસ્ટ વિસ્તારના રહેવાસી ચિરાગ રાજુ વિભાણી જાતે દરજી નામના શખ્સનું નામ સામે આવ્યું હતું જેથી પોલીસે આ ગુનામાં ચિરાગ ઉપેન્દ્રભાઈ વિભાણી જાતે દરજી (૩૫) રહે. દહીસર ઈસ્ટ, આનંદ નગર શિવમ સોસાયટી, મુંબઈ વાળાની ધરપકડ કરેલ છે

ઇજા થતાં સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રોટોન વિટ્રીફાઈડ નામના યુનિટમાં પહેલા માળે ઊંચાઈએથી પડી જવાથી સુનિલ જૈન બહાદુર નામના ૩૫ વર્ષીય યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.






Latest News