મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પરિણીતા ઉપર એસિડ છાંટવાની ધમકી આપનાર નવાગઢના યુવાનની ધરપકડ


SHARE







વાંકાનેરમાં પરિણીતા ઉપર એસિડ છાંટવાની ધમકી આપનાર નવાગઢના યુવાનની ધરપકડ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરમાં ફેસબુકમાં એકાઉન્ટ બનાવીને માલનું વેચાણ કરતી પરિણીતાને “તમે મને ગમો છો” માલ મંગાવનારા એક શખ્સે મેસેજ કર્યો હતો અને બાદમાં તે મહિલા તેના પતિ અને નણંદને વોટસપમા મેસેજ કરીને તેમજ અવાર નવાર ફોન કરીને ગાળો આપી હતી અને એસિડ છાંટીને ચહેરો બગાડી નાખવાની અને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાની ફરિયાદના આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે

વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં આરોગ્ય કેન્દ્રની બાજુમા રહેતા મેઘનાબેન હિતેશભાઈ ભટ્ટ જાતે બ્રામણ (ઉ.૩૮)એ જાવીદ કુરેશી સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ફરીયાદી મેઘના ભટ્ટ નામથી ફેસબુકમા એકાઉન્ટ બનાવીને ઓનલાઇન ઓર્ડર મેળવી ડ્રેસ, ચણીયા ચોળીના મટીરીયલ્સની ખરીદી કરી વેચાણ કરવાનો વ્યવસાય કરે છે જેથી ગત તા.૧૬/૪ થી ૬/૫ સુધીમાં આરોપીએ ફરીયાદી પાસેથી ચણીયા ચોળીનો ઓર્ડર આપી તે મંગાવ્યા હતા અને ફરીયાદીને મોબાઇલ ફોનમા “તમે મને ગમો છો” કહીને મેસેજ કર્યો હતો જેથી ફરીયાદી મહિલાએ “મારા લગ્ન થઈ ગયેલ છે” તેવો મેસેજ કર્યો હતો જેથી આરોપીએ ફરીયાદી તથા તેના પતિ હિતેશભાઈ કીશનભાઈ ભટ્ટ તથા નણંદ રીનાબેન રવીભાઇ ગોરેચાના મોબાઇલ નંબરમા વોટસપમા મેસેજ કરીને તેમજ અવાર નવાર ફોન કરીને ગાળો આપી હતી અને એસીડ છાંટી ચહેરો બગાડી નાખવાની ધમકી આપી હતી અને ઓનલાઇન ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈ.પી.સી. કલમ ૫૦૭, ૫૦૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં જાવિદભાઈ ભીખુભાઈ ખુરેશી જાતે સિપાહી (33) રહે. નવાગઢ મસ્જિદ રોડ જેતપુર વાળાની ધરપકડ કરેલ છે




Latest News