મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા(મી)ના ભાવપર ગામે નીલકંઠ મહાદેવ મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે


SHARE







માળીયા(મી)ના ભાવપર ગામે નીલકંઠ મહાદેવ મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

મોરબી જિલ્લાના માળીયા(મી) તાલુકાના ભાવપર ગામે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામા આવેલ છે ત્યારે યજ્ઞ અને જીર્ણોધાર સહિતની વિધિ કરવામાં આવશે અને ત્યારે મોરબી માળીયા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજા સહિતના ભાજપ આગેવાનો, હોદેદારો સહિતના અગ્રણીઓ હાજર રહેશે

માળિયા(મી.) તાલુકા ભાજપના પ્રભારી સુભાષભાઈ સવજીભાઈ પડસુંબિયા, કોમલબેન સુભાષભાઈ પડસુંબિયા, મૈત્રી સુભાષભાઈ પડસુંબિયા અને ઓમકુમાર સુભાષભાઈ પડસુંબિયા દ્વારા માળીયા(મી.)ના ભાવપર ગામે નીલકંઠ મહાદેવ મંદિર બનાવવામાં આવ્યું છે ત્યારે પુનઃ પ્રતિષ્ઠા યજ્ઞ અને જીર્ણોધાર વિધિનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ ધર્મ સભાનું આયોજક સમસ્ત ભાવપર ગામ દ્વારા કરવામાં આવ્યું છે આગમી તા ૧૫ ને રવિવારના રોજ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે. જેમાં યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી હસુભાઈ પંડ્યા ઉપસ્થિત રહેવાના છે અને ધર્મ સભામાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જ્યંતિભાઈ કવાડીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને ક્રુભકોના ડાયરેક્ટર મગનલાલ વડાવીયા હાજર રહેશે. તે ઉપરાંત સંતોમાં જુનાગઢ ગિરનારી આશ્રમના ગુરુદેવ હેતનાથબાપુ, બગથળા નકલંક મંદિરના મહંત દમજી ભગત સહિતના હાજર રહેશે ત્યારે આ ધાર્મિક પ્રસંગનો લાભ લેવા માટે સુભાષભાઈ સવજીભાઈ પડસુંબિયા અને સમસ્ત ભાવપર ગામ દ્વારા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News