મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂંટુ ગામે ઘરમાં પડી ગયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત


SHARE







મોરબીના ઘૂંટુ ગામે ઘરમાં પડી ગયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલા ઘુંટુ ગામે રહેતા વિપ્ર વૃદ્ધ પોતાના ઘેર કોઈ કારણસર પડી ગયા હતા જેથી તેઓને શહેરના સામાકાંઠે આવેલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે ત્યાં આજરોજ તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હોવાનું રાજકોટ ખાતેથી જાણવા મળે છે.

મોરબીના સામાકાંઠે હળવદ હાઇવે ઉપર આવેલા ઘુંટુ ગામ નજીક રામકો વિલેજમાં રહેતા અનંતરાય પ્રેમશંકરભાઈ જોશી નામના ૮૧ વર્ષીય વૃદ્ધ તા.૯-૫ ના સવારે પોતાના ઘેર પડી ગયા હતા.જેથી ઇજાઓ થવાથી તેઓને શહેરના સામાકાંઠે આવેલી સમર્પણ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા ત્યાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેઓને રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં અનંતરાય પ્રેમશંકરભાઈ જોશીનું આજે તા.૧૦ ના રોજ સારવાર દરમિયાન મોત નીપજયું હતું.રાજકોટ ખાતે બનાવની નોંધ કરીને રાજકોટ પોલીસે બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.જેથી હાલ મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જીજ્ઞાશાબેન કણસાગરાએ બનાવ અંગે આગળની તજવીજ શરૂ કરી છે.

કાર ચાલકે હડફેટે લેતા યુવાન સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મિલનપાર્ક વિસ્તારમાં રહેતો ખીમજીભાઈ રણછોડભાઈ નકુમ નામનો ૪૦ વર્ષીય યુવાન શનાળા રોડ ઉપરથી પગપાળા પોતાના ઘર તરફ વાવડી રોડ બાજુ જતો હતો ત્યારે રસ્તામાં લાતીપ્લોટ પાસે કોઈ અજાણી કારના ચાલકે તેને હડફેટે લેતા ઇજા થવાથી ખીમજીભાઈ નકુમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મિંયાણાના બેઠા પુલ પાસે પગપાળા જઇ રહેલ સમીર જુસબભાઈ ભટ્ટી નામના ૧૬ વર્ષીય યુવાનને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત સમીર ભટ્ટીને અહિંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News