મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીની બેંકમાંથી ૧૫ લાખની ઉચાપત કરનાર મહિલા સહિત બંને બેંક કર્મીઓ જેલ હવાલે


SHARE







મોરબીની બેંકમાંથી ૧૫ લાખની ઉચાપત કરનાર મહિલા સહિત બંને બેંક કર્મીઓ જેલ હવાલે

મોરબીના લાલપર ગામ પાસે ઇન્ડુસ્ઇન્ડ બેન્કની શાખા આવેલ છે ત્યાં મૂકવામાં આવેલ એટીએમમાંથી નાણાકીય હેરફેરી કરવામાં આવતી હતી અને તપાસ દરમ્યાન ૧૫ લાખની ઉચાપત હોવાનું સામે આવ્યું હતુ જેની ફરિયાદ આધારે પોલીસે એટીએમ કસ્ટોડિયન એવા બેંકના મહિલા કર્મચારી સહિત બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને બંનનેને રિમાન્ડ ઉપર લીધા હતા જો કે, તે બંને આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તેમને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીમાં ઇન્ડુસ્ઇન્ડ બેંકના કલ્સ્ટર બ્રાન્ચ મેનેજર હાર્દિક હરીશભાઇ માંકડએ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી કે, લાલપર પાસે ઈશાન સીરામીક ઝોનમાં આવેલ ઇન્ડસઇન્ડ બેન્કના એટીએમ કસ્ટોડિયન નેહાબેન ધનસુખભાઈ ગજ્જર જાતે સુથાર દ્રારા રૂપિયા ૧૫ લાખની બેંક સાથે ઉચાપત કરવામાં આવેલ છે જેના આધારે પોલીસે બેન્કના કર્મચારી નેહાબેન ધનસુખભાઈ ગજ્જર જાતે સુથાર (૨૯) અને જીગ્નેશ ચંદુભાઈ માનસેતા જાતે લોહાણા (૩૫) ની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ઉચાપત કરેલ રકમ રિકવર કરવા માટે તજવીજ કરવામાં આવી હતી.જો કે, આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે મહિલા સહિતના બંને બેંક કર્મીઓને જેલ હવાલે કરવા હુકમ કરતા બંનેને જેલ હવાલે કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા
 
મોરબીના નવા નાગડાવાસ ગામના રહેવાસી વનરાજભાઈ માવજીભાઈ ડાંગર નામના ૨૭ વર્ષીય યુવાનને ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા વાહન અકસ્માતમાં માથા તેમજ પગના ભાગે ઈજા પહોંચતા તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ ફેમસ સીરામીક નજીક કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં ઇજાઓ થતાં પાનેલી ગામના જયદીપ નાનજીભાઈ ચાવડા નામના યુવાનને પણ ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.
 
કલોરોફોમ પી જતા સારવારમાં
 
મોરબીના રાજનગર વિસ્તારમાં રહેતો સાગર કિશોરભાઈ સીતાપરા નામનો ૨૮ વર્ષીય યુવાન તેના ઘેર કોઈ કારણોસર ક્લોરોફોમ પી જતાં તેને સારવાર માટે બેભાન હાલતમાં અહીંની મંગલમ હોસ્પિટલ ખસેડાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ આદર્શ સોસાયટીમાં રહેતા નીતાબેન અમૃતભાઈ હળવદિયા નામના ૫૪ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર એરંડાના બી ખાઈ લેતાં તેઓને પણ અસર થતા અહિંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે રાજકોટ હાઇવે ઉપર ટંકારાના વિરપર ગામ પાસે બા ની વાડીમાં મારામારી થઈ હતી જ્યાં ભમરાભાઇ તગાજીભાઇ વાંઝા નામના ૩૦ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.





Latest News