ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

માળીયા (મી) નેશનલ હાઇવે ઉપરથી ૨૬૪ બોટલ દારૂ ભરેલી કાર સાથે રાજકોટનો એક શખ્સ પકડાયો


SHARE







માળીયા (મી) નેશનલ હાઇવે ઉપરથી ૨૬૪ બોટલ દારૂ ભરેલી કાર સાથે રાજકોટનો એક શખ્સ પકડાયો

માળીયા (મી) નેશનલ હાઇવે રોડ પર હોનેસ્ટ ચેક પોસ્ટ પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કામાંથી દારૂની ૨૬૪ બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ, કાર, મોબાઈલ સહિતનો મુદામાલ કબજે કરેલ છે આરોપી દારૂ કારમાં કયાથી ભરીને આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો ત્યારે સામજીભાઇ ઉઘરેજા તથા જીગ્નેશભાઇ લાંબાને સંયુકત રીતે બાતમી મળેલ હતી કે, એક સફેદ કલરની ટોયોટા કોરોલા કાર નં- જીજે ૧૦ એસી ૦૭૦૧ દારૂ ભરીને કચ્છથી માળીયા તરફ આવે છે જેથી માળીયા (મી) નેશનલ હાઇવે રોડ પર હોનેસ્ટ ચેક પોસ્ટ પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી આરોપી પૃથ્વીરાજ ગુણવંતભાઇ બગીયા જાતે સોની (ઉ.૨૧) રહે. રાજકોટ કોઠારીયા મેઇન રોડ રણુજા મંદીર આગળ સુમંગલ પાર્ક રાજકોટ વાળો મળી આવ્યો હતો અને તેની કારમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની કુલ ૨૬૪ બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ, એન્ડ્રોઇડ મોબાઇલ અને કાર ૪,૧૯,૫૦૦ નો મુદામાલ કબજે કરેલ છે આ કામગીરી પીએસઆઈ બી.ડી.જાડેજાની સૂચના મુજબ ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, સામજીભાઇ ઉઘરેજા તથા જીગ્નેશભાઇ લાંબાએ કરી હતી






Latest News