મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીના શક્તિ પ્લોટમાં જિમના ટ્રેનરે ફ્લેટમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE







મોરબીના શક્તિ પ્લોટમાં જિમના ટ્રેનરે ફ્લેટમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ શક્તિ પ્લોટમાં આવેલા પવનસુત એપાર્ટમેન્ટના ફ્લેટની અંદર રહેતા યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ પર આવેલ શક્તિ પ્લોટ વિસ્તારમાં પવનસુત એપાર્ટમેન્ટની અંદર રહેતા અશ્વિનભાઈ હર્ષદભાઈ કેલૈયા (ઉ.૩૦) એ પોતાના ફ્લેટની અંદર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને અશ્વિનભાઈના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે વધુમાં હેડ કોન્સટેબલ એમ.એલ.રોજાસરા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, મૃતક યુવાને છ મહિના પહેલા પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે સમયસર સારવાર મળી ગયેલ હોવાની તેનો જીવ બચી ગયો હતો અને આ યુવાન મૂળ અમરેલી જિલ્લાનો રહેવાસી છે અને મોરબીમાં જિમના ટ્રેનર તરીકે ન ઓકારી કરતો હતો






Latest News