મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજનાના લાભાર્થીઓને નોંધણી કરાવવા અનુરોધ


SHARE







મોરબી જીલ્લામાં સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજનાના લાભાર્થીઓને નોંધણી કરાવવા અનુરોધ

બાળ જન્મના પ્રથમ ૧૦૦૦ દિવસ પોષણ માટે અતિ મહત્વપૂર્ણ હોય છે. જેમાં સગર્ભા અવસ્થાના ૯ માસ અને ત્યાર બાદ બાળક ૨ વર્ષનું થાય તે સમયગાળાનો સમાવેશ થાય છે. જેથી સગર્ભા, ધાત્રી તેમજ ૬ માસ થી ૨ વર્ષના બાળકના પોષણસ્તરમાં સુધારો થાય તે હેતુથી સુપોષણ માટે કાર્યરત ગુજરાત સરકાર દ્વારા સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના- SMSBY નો આઈ.સી.ડી.એસ. મારફતે વર્ષ ૨૦૨૨-૨૩થી શુભારંભ કરવામાં આવેલ છે.

જેમાં લાભાર્થીને દર માસે ૧ કિલો તુવેર દાળ, ૧ લીટર સીંગતેલ તેમજ ૨ કિલો ચણા દર માસે આંગણવાડી મારફતે પુરા પાડવામાં આવશે. આ માટે જુલાઈ ૨૦૨૦ કે ત્યાર બાદ જન્મેલ બાળકની માતા તેમજ ઓગસ્ટ ૨૦૨૧ કે ત્યાર બાદ ગર્ભ ધારણ કરેલ બહેનની SMSBY એપ્લીકેશન પર નોંધણી કરેલ હોવી જરૂરી છે. આ નોંધણી માટે લાભાર્થીની આંગણવાડીમાં નોંધણી, આરોગ્ય વિભાગમાં નોંધણી (ઈ-મમતા આઈ.ડી ટેકો આઈ.ડી), ગુજરાતના NFSA રાશનકાર્ડમાં આધાર કાર્ડ સાથે નોંધણી હોવી ફરજીયાત છે. નોંધણી ન કરાવેલ લાભાર્થીઓએ નજીકના આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરવા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મોરબીની યાદીમાં જણાવેલ છે.




Latest News