મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવીરડા ગામે હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા હાથી ઘોડાગાડી સાથે ૧૧ નિરાધાર દિકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાશે


SHARE







વાંકાનેરના રાતાવીરડા ગામે હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા હાથી ઘોડાગાડી સાથે ૧૧ નિરાધાર દિકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાશે

 આવતી કાલ તા.૧૯ ના જરૂરીયાતમંદ પરિવારની ૧૧ દીકરીઓનો સમુહલગ્નનું આયોજન

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામના ગામના સરપંચ બાબુભાઈ ભરવાડ અને શ્રી સાંઈબાબા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તા.૧૯ ને મંગળવારના રોજ વાંકાનેરના રાતાવીરડા ગામે રામદેવપીર મંદિર ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે. જેમાં જરૂરીયાતમંદ પરિવારની ૧૧ નિરાધાર દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું જાજરમાન આયોજન કરાયેલ છે.આ સમૂહ લગ્નોત્સવમાં ૧૧ નિરાધાર દીકરીઓના ધામધુમથી લગ્નોત્સવ ઉજવાશે.સમૂહ લગ્નોત્સવ નિમિતે આજે તા. ૧૮ ને સોમવારની રાત્રે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ આવતી કાલ તા.૧૯ ના રોજ સવારે હવન અને ત્યારબાદ ફૂલેકું યોજાશે જેમા હેલીકોપ્ટર વડે પુષ્પવર્ષા અને હાથી, ઘોડાગાડી સાથે ખેલૈયાઓ રમઝટ બોલાવશે.બપોરે સમુહપ્રસાદ તેમજ સંતો-મહંતોની હાજરીમાં દિકરીઓના હસ્ત મેળાપ બાદ સંતો-મહંતો આશીર્વાદ પાઠવશે અને ત્યારબાદ સાંજે વિદાય સમારોહ યોજાશે.






Latest News