મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ ઓમ સનાતન સંગઠન દ્વારા હિંદૂ જાગૃતિ અભિયાન શરૂ


SHARE







મોરબીમાં હિન્દુ ઓમ સનાતન સંગઠન દ્વારા હિંદૂ જાગૃતિ અભિયાન શરૂ

મોરબીમાં હિન્દુ ઓમ સનાતન સંગઠન દ્વારા હિંદૂ જાગૃતિ અભિયાન અંતર્ગત એક અલગ પ્રકારની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે.આ ઝુંબેશમાં મોરબી જિલ્લાની સમગ્ર સનાતની હિંદુ જનતાને જ્ઞાતિવાદ મૂકીને હિન્દુ બનીએ એક બનીએ અને સંગઠિત થઈ જ્ઞાતિવાદ બંધ કરીએ.એવા મેસેજ સાથે તેમની સંસ્થા અને તેમના કાર્યકર્તાઓ દ્વારા મોટર સાયકલ, રિક્ષામાં, કારમાં, ધંધા રોજગારના સ્થળ ઉપર તેમજ હવે તો મોબાઈલ  ઉપર પણ હિન્દુ લખેલું સ્ટીકર લગાડવામાં આવી રહ્યું છે.આ કાર્ય જોઈ દરેક નાના-મોટા યુવાનો વડીલો બહેનો અને વેપારીઓ આ ઝુંબેશમાં જોડાવા માંડ્યા છે.

એટલું જ નહીં દરેક હિંદુના ઘર, ઓફિસ, દુકાન, ધંધા-રોજગાર ઉપર આપણો ભગવો ધ્વજ  લહેરાવી શકાય, તે માટે નિ:શુક્લ ધ્વજની વહેંચણી પણ કરવામાં આવી રહી છે અને ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે તો જે પણ હિંદુ સનાતની ભાઈઓ-બહેનોને સ્ટીકર કે ધજા લગાવવા ઇચ્છતા હોય તે લોકો વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલયમા સંપર્ક કરે સાથોસાથે જે વેદો અને શાસ્ત્રો આપણે ભૂલી ગયા છીએ.તે વૈદિક સંસ્કૃતિને પણ જાગૃત કરવા ઘરે ઘરે વેદો પહોંચાડવામાં આવી રહ્યા છે.રામસેતુ પુલ બાંધવામાં જૈમ ખિસકોલીએ પણ પોતાની ભૂમિકા ભજવી હતી.તેવી જ રીતે હિન્દુ  જાગૃતિ અભિયાન અને આપણી સનાતન સંસ્કૃતિને જીવંત રાખવાના આવા અથાગ પ્રયત્નો કરવામાં હિન્દુ ઓમ સનાતન સંગઠનની કામગીરીને લોકો બીરદાવી રહ્યા છે અને સપોર્ટ પણ કરી રહ્યા છે.






Latest News