મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં મહાવીર જયંતી નિમિત્તે જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઇ


SHARE







મોરબીમાં મહાવીર જયંતી નિમિત્તે જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઇ

મોરબીમાં દર વર્ષે મહાવીર જયંતી નિમિત્તે જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવાનું હોય છે તેવી જ રીતે આજે મહાવીર જયંતિ નિમિત્તે મોરબીના દરબારગઢ પાસે આવેલ દેરાસર ખાતેથી શહેરમાં સનાળા રોડ ઉપર આવેલ દેરાસર સુધીની ભવ્ય શોભાયાત્રાનું જૈન સમાજના વિવિધ સંગઠનો દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રાની અંદર મોટા પ્રમાણમાં સમાજના ભાઈઓ બહેનો સહ પરિવાર હાજર રહ્યા હતા અને ખાસ કરીને આ શોભાયાત્રાની અંદર જૈન સમાજના મહારાજ સાહેબ તેમજ મહાસતીજી પણ હાજર રહ્યા હતા અને તેઓએ આશિર્વચન પાઠવ્યા હતા આ તકે મોરબી-માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ બહેરું ગેઇટ ચોકમાં હાજર રહ્યા હતા અને તેઓએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું ત્યારે જૈન સમાજના આગેવાનો દ્વારા તેનું શાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું અને મહારાજ સાહેબે તેઓને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા આ ઉપરાંત મોરબી શહેરમાં જુદાજુદા વિસ્તારોની અંદરથી પસાર થતી આ શોભાયાત્રામાં જોડાયેલા લોકો માટે ઠંડાપીણા, ઠંડી છાશ, પાણી વિગેરેની વ્યવસ્થા જૈન સમાજની જુદી જુદી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી.

​ભગવાન મહાવીર સ્વામીનો ૨૬૨૦ મો જન્મોઉત્સવ ઉજવાયો હતો.મોરબીના આગણે ધામધુમથી ભગવાનની રથયાત્રા દરબારગઠથી બોઈઝ હાઈસસ્કુલ સુધી યોજાઇ હતી. મોરબી જૈન સંધના ટ્રસ્ટીઓ તેમજ ધમઁનાથ યુવક મંડળ દ્રારા મયુરનગરીમાં આનંદનો ઉત્સહ જોવા મળ્યો હતો. દરબારગઠથી લઈને શીતલ જલ સેવાનો સ્ટોલ તેમજ રસતા પર ચાલતા રથયાત્રા દરમીયાન શીતલ જલ સેવાનું સુખડીયા સંજયભાઈ શેઠ (સંજય કેટરસ) દ્રારા આયોજન કરાયુ હતુ. સ્થાનકવાસી જૈન યુવક મંડળ, જૈન જાગૃતિ સેન્ટર, જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા ઠંડી છાસ, વઘારેલી શાક અને ઠંડા પાણી-સરબતનું આયોજન કરવામાં આવ્યુ હતુ.




Latest News