મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

મોરબી રામકથામાં મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના ચાર શહીદ પરિવારોને ૧-૧ લાખની સહાય


SHARE







મોરબી રામકથામાં મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના ચાર શહીદ પરિવારોને ૧-૧ લાખની સહાય

મોરબીના ખોખરા હનુમાન ખાતે આયોજીત રામકથાના ચોથા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે સેવા કાર્યોમાં અગ્રેસર રહેતા અને 'સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન'ના પ્રમુખ અને જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા ગુજરાતના ચાર શહીદ પરિવારોને એક-એક લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી.ખોખરા હરીહર હનુમાનધામ ખાતે ચાલતી રામ કથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મહામંડલેશ્વર કનકેશ્વરી દેવી, ભાજપના રાષ્ટ્રીય સચિવ કૈલાશ વિજયવર્ગીયના હસ્તે તેમજ ભારતભરના અગ્રગણ્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં અહીંના યુવા આગેવાન અજય લોરીયા દ્વારા ગુજરાતના  શહીદ પરિવારના પરિવારજનોને માન સન્માન સાથે સ્ટેજ પર લાવી સન્માન કરી દરેક શહીદ પરિવારને એક-એક લાખના ચેક અર્પણ કર્યા હતા.આ તકે મુખ્યમંત્રી, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તેમજ સાધુ સનેઓએ અજયભાઈના આ સેવા કાર્યને બિરદાવ્યુ હતુ.




Latest News