ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડી અને દહીંસરા વચ્ચે બાઈકમાં જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત


SHARE







મોરબીની પીપળીયા ચોકડી અને દહીંસરા વચ્ચે બાઈકમાં જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પીપળીયા ચોકડીથી મોટા દહીંસરા જવાના રસ્તા ઉપરથી યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે તેના બાઈક આજે અચાનક જંગલી ભુંડ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને શરીરના ભાગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી મોટા દહીસરા ગામના યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રો તેમજ માળીયા મીંયાણા પોલીસ મથકના ભોજરાજસિંહ ઝાલા તરફથી જાણવા મળતી વિગતો મુજબ મોટા દહીંસરા ગામનો રહેવાસી અમિતભાઇ થોભણભાઈ કાવર નામનો ૨૯ વર્ષીય યુવાન પીપળીયા ચોકડી તરફ તાવાના કાર્યક્રમમાં આવ્યો હતો અને તાવાની પ્રસાદી લીધા બાદ તે જ્યારે પોતાના ઘર તરફ બાઇક લઇને જવા માટે નીકળ્યો હતો ત્યારે પીપળીયા ચોકડીથી મોટા દહીંસરા વચ્ચેના રસ્તે તેના બાઇકની આડે અચાનક જંગલી ભૂંડ આડુ ઉતરતાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.જેથી શરીરના તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી ઘટના સ્થળે જ અમિતભાઈ કવરના આશાસ્પદ યુવાનનું મોત નીપજયું હતું જેને પગલે તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે પીએમ માટે ખસેડયા હતા.જેથી એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ માળીયા પોલીસ મથકની હદમાં બનેલ હોય માળીયા પોલીસમાં જાણ કરવામાં આવતા મોટા દહિંસરા બીટ વિસ્તારના જમાદાર ભોજરાજસિંહ ઝાલાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે

વૃદ્ધ સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા પાસેની શાંતીવન સોસાયટીમાં રહેતા પુંજાભાઈ શામજીભાઈ ચાવડા નામના ૬૨ વર્ષીય વૃદ્ધ કામ ઉપરથી પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે તા.૬ ના સાંજના સાતેક વાગ્યે નવલખી હાઇવે ઉપરના રોકડીયા હનુમાન મંદિર પાસે તેમનું બાઇક સ્લીપ થઇ જતાં ડાબા હાથ તથા ડાબા પગના ભાગે ઇજાઓ થવાથી પુંજાભાઈ ચાવડાને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસે આવેલ ડેન્સ્ટા સીરામીક નામના કારખાનાના લેબર કવાટરમાં મારામારીનો બનાવ થતાં ઈજાગ્રસ્ત થયેલા મનોજભાઈ બાબુભાઈ માલી નામના ૩૦ વર્ષીય યુવાનને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.






Latest News