મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

પ્રેમલગ્ન કરનાર દંપતિએ માળીયા (મિ) ના વાધારવા ગામની સીમમાં સજોડે ખેતરમાં કર્યો આપઘાત


SHARE







પ્રેમલગ્ન કરનાર દંપતિએ માળીયા (મિ) ના વાધારવા ગામની સીમમાં સજોડે ખેતરમાં કર્યો આપઘાત

માળીયા મિયાણા તાલુકાના વધારવા ગામની સીમમાં આવેલા ખેતરમાં રહીને મજૂરીકામ કરતાં એમપીના દંપતીએ ઝાડ સાથે દુપટ્ટો બાંધીને સજોડે આપઘાત કર્યો છે જેથી કરીને દંપતીનું મોત નિપજતા તેના મૃતદેહને પીએમ માટે માળીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને પ્રેમ લગન કરનારા દંપતીએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના વધારવા ગામની સીમમાં દિગ્વિજયસિંહ બાબુભા જાડેજાના ખેતર ની અંદર રહીને મજૂરી કામ કરતા મજૂર દંપતીએ ઝાડ સાથે દુપટ્ટો બાંધીને સજોડે આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની હાલમાં ભાણજીભાઈ જાદવજીભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતાં પ્રકાશભાઈ રામસિંગભાઈએ માળિયા તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ દિગ્વિજયસિંહ જાડેજાના ખેતરને સુલ્તાનપુર ગામના રહેવાસી રમેશભાઈ નરશીભાઈએ વાવવા માટે રાખેલ છે અને ત્યાં મજૂરી કામ માટે રાહુલભાઈ મહેતાબભાઈ ભીલ (ઉમર ૨૧) અને તેના પત્ની સુનિતાબેન રાહુલભાઈ ભીલ (ઉંમર ૨૦) તેના પરિવાર સાથે રહેતા હતા અને તે બંનેને ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે જેથી કરીને તે બંનેના મૃતદેહને પી.એમ.માટે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યા હતા.

માળીયા તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં માળિયા તાલુકા પીએસઆઈ બી.ડી. જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે રાહુલ અને સુનિતાએ ચાર મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા જોકે કયા કારણોસર આ દંપતીએ આપઘાત કરેલ છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.




Latest News