મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલ અને ચાંચાપર ગામની મુલાકાત લેતી ગ્લોબલ કચ્છની ટીમ


SHARE











મોરબીના ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલ અને ચાંચાપર ગામની મુલાકાત લેતી ગ્લોબલ કચ્છની ટીમ

ગ્લોબલ કચ્છની વિશેષ ટીમે જળ સંચય બાબતે મોરબીના ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલનું માર્ગદર્શન લીધું હતુ અને ચાંચાપર ગામની મુલાકાત પણ કરી હતી.

જળ એજ જીવન છે ત્યારે વુમન એમ્પાવરમેન્ટની મિશાલ, જળ પ્રેમી અને પાટીદાર રત્ન એવા જયસુખભાઇ પટેલ તેમના વિશાળ બિઝનેસ એમ્પાયરની સાથે સાથે પંથકમાં જળ સંચય માટે પણ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે.ગ્લોબલ કચ્છની ૩૦ થી ૩૫ સભ્યની વિશેષ ટીમે જયસુખભાઇની તેમજ જળસંચયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એવા મોરબીના ચાંચાપર ગામની મુલાકાત લીધી હતી.મોરબી જીલ્લાનું નાનકડું ચાંચાપર ગામ કચ્છના લોકો માટે જળસંચયનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની ગયું છે.નપાણીયા કહેવાતા કચ્છ વિસ્તારના ખેડૂતોએ જળસંચય માટે જયસુખભાઇ પટેલનું સવિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું.  ચાંચાપર ગામની જેમ કચ્છના ખેડૂતોની સમૃદ્ધિ અને ઉન્નતીમાં વધારો થાય તે માટે જયસુખભાઇએ ગ્લોબલ કચ્છને હર હંમેશ તેમના સહકારની તૈયારી દાખવી હતી.અગાઉ પણ કચ્છ જિલ્લાના સાડા ત્રણસો ખેડૂત પ્રતિનિધિઓએ ચાંચાપર ગામની મુલાકાત લીધી હતી અને ચાંચાપર ગામને જળસંચયનું ઉત્કૃષ્ટ મોડેલ ગણાવ્યું હતું.જળસંચયના કાર્યો અને ખાસ કરીને રણ સરોવર માટે જયસુખભાઇ દ્વારા કરાતી અથાગ મહેનત બદલ દરેકે જયસુખભાઇ પટેલની સરાહના કરી હતી.આ મુલાકાત દરમ્યાન પ્રવીણ મોઝેક વાળા પ્રવીણભાઈ પટેલ, ચાંચાપર ગામના રમેશભાઈ, મનહરભાઈ ફેફર તથા ગામના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News