મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં જલ જીવન મિશન કાર્યક્રમના અમલીકરણ માટે બેઠક યોજાઇ


SHARE







મોરબી જિલ્લામાં જલ જીવન મિશન કાર્યક્રમના અમલીકરણ માટે બેઠક યોજાઇ

જલ જીવન મિશન કાર્યક્રમના અમલીકરણ માટે મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક  નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછારના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં જલ જીવન મિશન કાર્યક્રમ હેઠળ મોરબી જિલ્લાના પ્રગતિ હેઠળના ૧૩ ગામોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી તથા પાણી સમિતિ દ્વારા કામો સમયસર પૂર્ણ થાય તે જોવા તાકીદ કરવામાં આવી હતી. મોરબી તાલુકાના મોટી વાવડી ગામે ૨,૫૯,૯૮૪ તેમજ હળવદ તાલુકાના માનસર ગામમાં ૩૬,૩૨,૦૩૧ મળીને કુલે ૩૮,૯૨,૦૧૫ રૂપિયાના કામોને શરતી વહિવટી મંજૂરી આપવામાં આવી હતી.

આ ઉપરાંત વાકાંનેર તાલુકાના ઓળશેખરડીભેરડાજેપુરમક્તાનપરરાતડીયા તેમજ ટંકારા તાલુકાના ગજાડી ગામના કુલે ૧,૨૭,૦૧,૪૪૬ રૂપિયાના કામોની રીવાઇઝ વહિવટી મંજૂરી બહાલ કરવામાં આવી હતી. જલ જીવન મિશન કાર્યક્રમ ૨૦૨૧-૨૨ માં પૂર્ણ થયેલ ૧૪ યોજનાઓના પાણી સમિતિ દ્વારા કરવામાં કામોની વિગતવાર સમીક્ષા કરી હિસાબો વંચાણે લઇ બહાલી આપવામાં આવી હતી અને યોજનાઓ પૈકી કુલ ૧,૯૬,૨૧,૪૪૪ રૂપિયાના કામો પૂર્ણ જાહેર કરવા બેઠકમાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું. વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન (વાસ્મો)ની વડી કચેરીના પરિપત્રો વંચાણે લઇ તેનું નિયમોનુસાર પાલન કરવાગ્રામ પંચાયતની જૂની ટાંકી તોડી પાડવાવિવિધ યોજનાના કામોમાં ખરીદ થતી પાઇપોની ગુણવત્તા અંગે નિયમિત મોનીટરીંગ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર ઉપરાંતજિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. કતીરાજિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરીના જે.આર. મોડવીયાજીડબ્લ્યુઆઇએલ કચેરીના દર્શિત ભટ્ટજિલ્લા માહિતી કચેરીના ભરતભાઇ ફુલતરીયાપાણી પુરવઠા બોર્ડ કચેરીના દિવ્યા પટેલ અને યુનિટ મેનેજર પી.એન. ત્રિવેદી હાજર રહ્યા હતા.






Latest News