મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલી ગામ પાસે કારખાનાના ચોકીદાર ઉપર બે અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હુમલો


SHARE







વાંકાનેરના જાલી ગામ પાસે કારખાનાના ચોકીદાર ઉપર બે અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હુમલો

વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં આવેલા કારખાનામાં ચોકીદાર તરીકે નોકરી કરતા યુવાન પાસે અજાણ્યા બે શખ્સો રાત્રી દરમિયાન આવ્યા હતા ત્યારે તે પૈકીનાં એક શખ્સે તેને છાતીના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડાયો હતો અને હાલમાં સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને અજાણ્યા બે શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના ગામની જાલી ગામની સીમમાં આવેલ અમૃત કારખાનામાં સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા અશોકભાઈ રામજીભાઈ ગોરીયા જાતે કોળી (ઉંમર ૩૨) એ હાલમાં બે અજાણ્યા શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓ અમૃત કારખાનામાં ચોકીદાર તરીકે કામ રહે છે ત્યારે રાત્રિના સમયે અજાણ્યા બે શખ્સો કારખાના પટમાં આવીને દરવાજો ખખડાવ્યો હતો જેથી કરીને તેઓએ દરવાજો ખોલતાની સાથે જ ત્યાં આવેલા બે શખ્સો પૈકીનાં એકે તેને કોઇ કારણોસર છાતીના ડાબા ભાગે છરી મારી હતી જેથી લોહી નીકળતા અશોકભાઈએ રાડા રાડ કરી મૂકતાં તેના પત્ની ત્યાં આવી ગયા હતા જેથી કરીને અજાણ્યા બંને શખ્સ ત્યાંથી ભાગી છૂટયા હતા અને ઇજા પામેલા અશોકભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા અને ત્યાર બાદ સારવાર લઈને અશોકભાઈએ અજાણ્યા બે શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

દેશીદારૂની ભઠ્ઠી

મોરબી તાલુકાના અમરાપર ગામની સીમમાં વોકળાના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા થયા રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી કુલ મળીને દેશી દારૂ બનાવવા માટેનો વપરાતો ૧૮૩૦ લિટર આથો અને ગેસનો બાટલો, ગેસનો ચૂલો તેમજ અન્ય સાધન સામગ્રી મળીને છ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને સ્થળ ઉપરથી દિનેશભાઈ આયદાનભાઇ ગરચર જાતે બોરીચા (ઉંમર ૪૨) રહે. અમરાપર વાળો મળી આવતાં તેની ધરપકડ કરેલ હતી.






Latest News