મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ નેકસા પેપરમિલમાં આગ લગતા લાખોનું નુકશાન


SHARE







મોરબી નજીક આવેલ નેકસા પેપરમિલમાં આગ લગતા લાખોનું નુકશાન

મોરબી જીલ્લામાં અગાઉ બે પેપર મિલમાં આગ લાગવાની ઘટના બની ગયેલ છે તો પણ આજ સુધી ફાયરની કોઈ સારી સુવિધા મોરબી જિલ્લા માટે હજુ સુધી કરવામાં આવી નથી તેવામાં મોરબીની આરટીઓ કચેરી પાસે ગોર ખીજડિયા ગામ તરફ જવાના રસ્તે નેકસા પેપરમિલમાં રવિવારે રાતે કોઈ કારણોસર આગ લાગી હતી અને વેસ્ટ પેપરના જથ્થામાં આગ લગતા થોડી જ વારમાં આગ આખા સેડમાં ફેલાઈ ગયેલ હતી અને વેસ્ટ પેપરનો મોટો જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો હતો આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયર વિભાગના દેવેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવા પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો જો કે આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં વેસ્ટ પેપરનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાથી લખો રૂપિયાનું નુકશાન થયું હતું






Latest News