ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર
Breaking news
Morbi Today

મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન, વિશ્વ રંગભૂમિ  દિવસ ઉજવાશે


SHARE





મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન, વિશ્વ રંગભૂમિ  દિવસ ઉજવાશે

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-મોરબી ખાતે આગામી તા.૨૬-૩ ના રોજ સવારે ૯:૩૦ વાગ્યે પ્રાકૃતિક ખેતી શિબિરનું  GNFC કંપનીના સહયોગથી આયોજન કરવામાં આવેલ છે.કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કંડલા બાયપાસ રોડ ,જૂની આરટીઓ કચેરી સામે, મેલડી માતાજી મંદિરના રસ્તે, મોરબી ખાતે યોજાનાર શિબિરમાં ભાગ લેવા મો.૯૪૨૬૭ ૮૪૬૨૮ ઉપર નામ નોંધાવવા યાદીમાં જણાવાયેલ છે.શિબિરમાં આવવા ઈચ્છતા ખેડુત મિત્રો નામ લખાવવા જણાવવામાં આવેલ છે.દાજીબાપુ તથા અન્ય વક્તાઓ શિબિરમાં માર્ગદર્શન માટે આવનાર છે.કોઈ ખેડુતમિત્રો પાસે ઓર્ગેનિક ઉત્પાદન હોય તો નાનું પેકિંગ શિબિરમાં પ્રદર્શન માટે સાથે લઇને આવવુ તેમ યાદીમાં જણાવાયેલ છે.

વિશ્વ રંગભૂમિ  દિવસ ઉજવાશે

તા.૨૭ માર્ચ એટલે કે વિશ્વ રંગભૂમિ  દિવસની આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા ઉજવણી કરાશે."દુનિયા એક રંગમંચ છે અને કલાકાર બનતા નથીજન્મે છે". નાં  અનુસંધાને તમારી પસંદગીનું એકોક્તિ અભિનય કે ગૃપ નાટક ઘર બેઠાં ભજવીને તેનો વિડીયો બનાવીને સ્પર્ધામાં ભાગ લેવા જણાવાયેલ છે.આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી કે જે વી.સી.હાઈસ્કૂલ ખાતે  કાર્યરત છે.તેના દ્રારા આગામી તા.૨૭ માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ અનુસંધાને એક દિવસીય નાટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.એકોક્તિ અભિનય કે સમુહ (પાંચથી વધુ નહિ) ગૃપ નાટક ભજવી શકાશે.આજના ઝડપી મનોરંજન યુગમાં નાટક અને ભવાઈ કલા અંતિમ શ્વાસ લઈ રહી છે.એક દિવસીય નાટ્ય મહોત્સવમાં વિષય શૈક્ષણિક કે વૈજ્ઞાનિક ક્રાન્તી લાવવા એકોક્તિ કે ગૃપ નાટક ભજવી શકાશે.નાટ્ય સ્પર્ધામાં ભાગ લેવા સ્પર્ધકોએ બનાવેલ વિડીયો તા.૨૭ ના રાતના નવ વાગ્યા સુધીમાં મોબાઇલ નંબર 98249 12230, 87801 27202 અથવા 97279 86386 પૈકી કોઇ એક નંબર ઉપર મોકલી આપવો તેમ સંચાલક એલ. એમ. ભટ્ટ અને દિપેનભાઈ ભટ્ટે જણાવ્યું છે.






Latest News