ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનારા આઇસરના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE





મોરબીના રફાળેશ્વર પાસે બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનારા આઇસરના ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી નજીકના રફાળેશ્વર ગામથી લીલાપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતાં બાઇક ચાલકના બાઈકને આઈસર ટેમ્પાના ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને બાઇક ચાલકને માથામાં ગંભીર ઈજા થવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇસરમાં ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આંબેડકરનગરમાં રહેતા તુલસીભાઈ લક્ષ્મણભાઈ સોલંકી (ઉંમર ૨૦) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઈસર ટેમ્પો નંબર જીજે ૩૬ વી ૪૭૩૧ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓનો ભાઈ દિવ્યેશ લખમણભાઇ સોલંકી પોતાનું બાઇક નંબર જીજે  બીએ ૦૪૧૫ લઈને રફાળેશ્વર ગામથી લીલાપર ગામ તરફ જતા રસ્તા ઉપર જોધપર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આઇસરના ચાલકે તેના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને દિવ્યેશને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું આ બનાવમાં મૃતક યુવાનના ભાઈએ આઇસરના ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News