મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા એક દિવસીય શૈક્ષણિક ટુર યોજાઈ


SHARE







મોરબીની આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા એક દિવસીય શૈક્ષણિક ટુર યોજાઈ

સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા શૈક્ષણિક ઉદ્દેશથી વવાણીયા ખાતે એક દિવસીય ટુરનું આયોજન કરવામાં આવેલ.પસંદ કરાયેલા ૩૫ સ્વયંસેવકો આ ટુરમાં સામેલ થયેલ.

જ્યાં રામબાઈમાં જગ્યાના મહંત પ્રભુદાસજી પાસેથી રામબાઈમાંના પ્રારંભિક સેવાકાર્ય કે જેમાં રામબાઈમાં નાની ઉંમરમાં દુષ્કાળ્યા બાળકોને સાચવી સેવા કાર્યની શરૂઆત કરેલ અને ત્યારથી આ આશ્રમ તમામ સમાજના લોકો માટે ભૂખ્યાને ભોજન અને આશરો આપવાનું સેવા કાર્ય કરતો રહ્યો છે તે સંદર્ભે જગ્યાની વિસ્તૃત માહિતી આપેલ.ત્યારબાદ સ્વયંસેવકો દ્વારા આરોગ્ય અને સ્વચ્છતા સંદર્ભની સૂત્રાત્મક રેલી શ્રીમદ રામચંદ્ર આશ્રમ સુધી યોજાયેલ. શ્રીમદ રામચંદ્ર આશ્રમ ખાતે મહાદેવભાઇ દેસાઇ દ્વારા શ્રીમદ રામચંદ્ર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.ગાંધીજીના ગુરુથી માંડીને સમાજ જીવનના દિસા સૂચનો અંગે શ્રીમદ રામચંદ્રજીના તપ અને ચિંતન કાર્યને વર્ણવેલ. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ આશ્રમના પ્રદર્શન વિભાગને નિહાળેલ.મીઠા ઉદ્યોગ ક્ષેત્રે જેમનું મોટું નામ છે એવી જયદીપ કંપનીની મુલાકાત લઈ કાચા મીઠામાંથી વિવિધ પ્રોસેસના અંતે તૈયાર થઈ મીઠાના પેકિંગ સુધીની પ્રક્રિયા કંપનીના મેનેજર કાનજીભાઈ ચાંઉ અને તેમના તકનીકી સ્ટાફ દ્વારા સમજાવવામાં આવેલ.વવાણીયા ખાતે પૌરાણિક મંદિર કુબેર ભંડારીની પણ મુલાકાત લેવામાં આવેલ. આ ઉપરાંત નિર્માણાધીન નીમ કરોલી બાબા મંદિર અને થઈ રહેલ વિશાળ બાંધકામને પણ  નિહાળવામાં આવેલ.રામબાઈમાંના આશ્રમ ખાતે પ્રસાદ લીધા બાદ વળતા સમયે નવલખી રોડ પરના જાણીતા ત્રિમંદિરની મુલાકાત લેવામાં આવી હતી.કાર્યક્રમનુ આયોજન અને પ્રવાસનું નેતૃત્વ એનએસએસ વિભાગ વતી પ્રોગ્રામ ઓફીસર ડો.રામ વારોતરીયાએ કર્યુ હતુ.




Latest News