મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે ગુજરાતમાં ગ્રાહક તકરાર નિવારણમાં ઝડપી જજમેન્ટ ન આવતા કરી વડાપ્રધાનને રજૂઆત


SHARE











મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે ગુજરાતમાં ગ્રાહક તકરાર નિવારણમાં ઝડપી જજમેન્ટ ન આવતા કરી વડાપ્રધાનને રજૂઆત

મોરબી શહેર અને જિલ્લા કોંગ્રેસ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને લેખિતમાં ફરિયાદ કરીને જણાવેલ છે કે ગુજરાતમાં ગ્રાહક તકરાર અંગેના કેસો કે જેને નિવારણ માટે ગ્રાહક તકરાર કમિશનમાં મૂકવામાં આવે છે ત્યાં તેમજ જિલ્લાકક્ષાએ મૂકવામાં આવેલા કેસોના ત્રણ-ત્રણ વર્ષ સુધી જજમેન્ટ આવતા નથી..! તે માટે યોગ્ય કક્ષાએથી સૂચનાઓ આપવામાં આવે તે જરૂરી છે.

વધુમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને કરેલી રજૂઆતમાં તેઓએ જણાવેલ છે કે, સરકારે 'જાગો ગ્રાહક જાગો' યોજના બહાર પાડી છે જે ખૂબ જ સારી છે જેના લીધે ગ્રાહકોમાં જાગૃતિ આવી છે અને ગ્રાહક અદાલતોમાં જઈને ગ્રાહકોને થયેલ અન્યાય માટે કેશ દાખલ કરાવીને ન્યાય માટે ઝઝૂમી રહ્યા છે.પરંતુ ગ્રાહકોની તે કમનસીબી છે કે ત્રણ-ત્રણ વર્ષ સુધી તેઓને ન્યાય મળતો નથી..! સરકારનો અભિગમ છ મહિનામાં ન્યાય મળે તેવો છે પરંતુ ગુજરાતમાં હાલ લાંબા સમય સુધી ગ્રાહકોને ન્યાય મળતો નથી જેથી હવે ગ્રાહકોનો 'જાગો ગ્રાહક જાગો' ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે.રાજકોટ જિલ્લામાં હાલ મહિનામાં ચાર વખત જ ગ્રાહક તકરાર કોર્ટમાં જજ બેસે છે અને જુદાજુદા જિલ્લાઓમાં અધિકારીઓને જવાનું હોવાથી રાજકોટમાં આવી પરિસ્થિતિ છે. તો ગ્રાહકોને સમયસર તેણે કરેલી ફરિયાદનો ઝડપી ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં ભરવામાં આવે અને 'જાગો ગ્રાહક જાગો' યોજનાને સફળ બનાવવા માટે જવાબદાર લોકોને સૂચના આપવામાં આવે તેવી માંગ અહીંના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ કરી છે અને આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાગરિક પુરવઠા વિભાગના નરેશભાઈ પટેલ, કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિત શ્રમ અને રોજગાર મંત્રી બ્રીજેશ મેરજાને પણ આ અંગે માહિતગાર કરાયા હોવાનું જાણવા મળેલ છે.






Latest News