મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

ગુજરાતમાં ભાજપનાં શાસનમાં પોલીસ કમિશ્નરો પણ હવાલા કૌભાંડનાં સૂત્રધાર બની નાણા ઉઘરાવે છે..! : રમેશ રબારી


SHARE







ગુજરાતમાં ભાજપનાં શાસનમાં પોલીસ કમિશ્નરો પણ હવાલા કૌભાંડનાં સૂત્રધાર બની નાણા ઉઘરાવે છે..! : રમેશ રબારી

રાજકોટના ભાજપનાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે પણ પોલીસના કથીત ભ્રષ્ટાચારની ગૃહમંત્રી પાસે પુરાવાઓ સાથે દર્દભરી રજુઆત કરવી પડતી હોય તો વિચારો કે સામાન્ય લોકોની શું વલે થતી હશે ? તેવો કટાક્ષ મોરબીના કોંગી આગેવાન રમેશભાઇ રબારીએ કરેલ છે.

ટપોરીઓની જેમ હવાલો લેતી પોલીસ આ ભાજપનું ગુજરાત મોડેલ છે ? આ ગુજરાતનો વણથંભ્યો વિકાસ છે ? ગુજરાતમાં ભાજપનાં શાસકોએ કાયદો અને વ્યવસ્થાને લાચાર બનાવી દીધેલ છે. કાયદો વ્યવસ્થામાં સમાજનાં દુશ્મનો જેવા કે, ભૂમાફિયા, વ્યાજખોર, દારૂ વેચાણ સહીત અનેક અસામાજિક પ્રવૃતિઓ કરતા લોકો સામે પ્રજાને રક્ષણ આપવા મસમોટા પગાર લેતા પોલીસ કમિશ્નર કક્ષાનાં પોલીસ સહિતનાં અધિકારીઓને વિશેષ સતા આપી સેવામાં મુકેલ છે ત્યારે લોકોમાં પોલીસ તંત્રની નિષ્ઠા અને પ્રમાણિકતા માટે માન થતુ પણ હવે તો સાવ ચિત્ર બદલાઇ ગયુ છે.કહેવાતા રીઢા ગુનેગારો જે કામ કરી લોકોને છેતરતા અને હવાલા લેતા તે કામ હવે આ રાજમાં પ્રથમકક્ષાના પોલીસ અધિકારીઓ કરી રહ્યા છે..! કોઈપણ પોલીસનાં લોકો સામે ફરિયાદ હોઈ તેમના ઉચ્ચ અધિકારીઓ સાંભળી પગલા લેતા પણ હવે કોની પાસે ફરિયાદ કરવી ? જયાં વાડ જ ચીભડા ગળવા માંડે ત્યારે આમ જનતા સાવ હતોત્સાહ અનુભવે છે. છાશવારે જમીન કૌંભાડીયાઓ અને વ્યાજ માફીયાઓનાં ત્રાસથી લોકોએ આપઘાતનું શરણ લેવુ પડે છે.હાલમાં કોઈપણ ગુન્હામાં એફઆઈઆર કરાતી નથી ફરીયાદીને પગલા લેવાનું આશ્વાસન આપી તેની સહી કરાવીને માત્ર અરજી લઈ "કામ" શરૂ કરવામાં આવે છે.જેથી જેતે સંબંધકર્તા અધિકારીઓની જવાબદારી અંશતઃ થઈ જાય અને અરજીના આધારે જેની સામે ફરયાદ હોય તેને દમદાટી માટીને યેનરેન રીતે ભ્રષ્ટ અધીકારીઓ તેમની મેલી મુરાદ પુરી કરતા હોય છે આ વાત અગાઉ ખાનગી ગણાતી જે બાબત આજે સામાન્ય જનતાથી પણ વિદીત છે તે હદે ખુલ્લે આમ દલા તલવાડીની વાર્તાના ઘાટ મુજબ મનફાવે તેવા ઉઘરાણા થાય છે અને ચુંટાયેલા પદાધીકારીઓ પણ ગાંધીજી કે તીન બડદરની ભુમીકામાં જોવા મળે છે જેથી સામાન્ય જનતા બીચારી ફરીયાદ કરે તો કોને કરે..?! તેવો આજે ઘાટ સર્જાયો છે.આવા લેભાગુ ટપોરીઓ ખુલ્લેઆમ કહે છે તમારે જયાં ફરીયાદો કરવી હોય ત્યાં ફરીયાદ કરો હું સાથે આવુ. આના કારણે લોકોમાં ભારે ત્રાસવાદી વાતાવરણ ફેલાય છે.કાયદા જેવુ નામોનિશાન નથી ત્યારે રાજયનાં ગૃહમંત્રી છાશવારે "સબ સલામત હૈ" ના બણગા ફુકે છે. ત્યારે તેમના ભાજપ પક્ષના જ ધારાસભ્ય અને પૂર્વમંત્રી એવા રાજકોટના ગોવિંદભાઈ પટેલે લેખિત રજુઆત કરેલ છે.જેને અખબારો અને ચેનલ માધ્યમોએ પણ કડક શબ્દોમાં આલોચના ચાલુ કરેલ છે તો શું રાજયમાં આવુ જ ચાલશે કે કહેવાતા આરોપીઓ સામે પગલા લેવાશે ? આ પ્રશ્ન મુખ્ય બનેલ છે.જે અંગે ધોરણસર સખ્તાઈથી પગલા લેવામાં આવે તેવી માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ કરેલ છે.






Latest News