મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના જોધપર પાસે આધેડની હત્યા કરીને લાશને સળગાવનાર આરોપીને પોલીસે દબોચ્યો


SHARE







મોરબીના જોધપર પાસે આધેડની હત્યા કરીને લાશને સળગાવનાર આરોપીને પોલીસે દબોચ્યો

મોરબી તાલુકા પોલીસની હદમાં આજથી ૫ વર્ષ પહેલા યુવાનની હત્યા કરવાં આવી હતી જે હત્યાના બનાવની મોરબી એસ.ઓ.જી.ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં મૃતકની ઓળખની સાથે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીને મોરબી તાલુકા પોલીસને હવાલે કરવામાં આવેલ છે

જાણવા મળતી વિગત મુજબ વર્ષ ૨૦૧૭ માં મોરબી તાલુકાના જોધાપર ગામ પાસે આવેલ બોડિંગ પાસે કાચા રસ્તા પાસેથી સળગેલી હાલતમાં હત્યા કરેલી એક લાશ મળી હતી અને અજાણ્યા આધેડ પુરુષની હત્યા કરવામાં આવી હતી માટે મોરબી તાલુકા પોલીસ દ્વારા હત્યાના આ બનાવમાં ફરિયાદ લઈને મૃતક વ્યક્તિને ઓળખ મેળવવા માટે તેમજ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી જો કે, મૃતક વ્યક્તિની ઓળખ મળી ન હતી દરમિયાન મોરબી જિલ્લા એસ.ઓ.જી.ના પીઆઇ જે. એમ. આલ સહિતની ટીમ દ્વારા હત્યા કેસની ગુથી ઉકેલવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી ત્યારે સતિષભાઇ ગરચરને બાતમી મળી હતી કેજેના આધારે એક શખ્સને પકડવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવતી હતી ત્યારે તે ભાંગી પડ્યો હતો અને તેને મોરબી નજીક હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શામજીભાઈ દલવાડી રહેસોની તલાવડી વિસ્તાર પુષ્પ વાટીકાની બાજુમાં ધાંગધ્રા નામના વ્યક્તિ સાથે આરોપીને કડિયા કામના પૈસાની લેતી દેતી બાબત બોલાચાલી થયેલ હતી ત્યાર બાદ આરોપીઓએ પહેલા માથામાં બાઈકના જંપર વડે માર મારીને તેની હત્યા કરી નાખી હતી અને બાદમાં લાશનો નિકાલ કરવા માટે તેને શામજીભાઈની લાશને સળગાવી હતી અને તે ત્યાંથી નાશી ગયો હતો હાલમાં આરોપીએ આપેલી કબૂલાતના આધારે આરોપી જયેશ ચમનભાઈ રંગાડીયા (ઉ.૨૫) રહે. હાલ અમદાવાદ વટવા ગામ રીંગ રોડસાઇડ રોપડા ચોકડીસંકલ્પ રેસીડન્સી-સી ૨૦૨,  મૂળ ગામ સોની તલાવડી વિસ્તાર પુષ્પ વાટીકાની બાજુમાં ધાંગધ્રા વાળાની પોલીસે ધરપકડ કરી છે અને હાલમાં આરોપીને મોરબી તાલુકા પોલીસને હવાલે કરવામાં આવેલ છે






Latest News