મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

મોરબી અને માળીયામાં જુગારની ત્રણ રેડ: બે મહિલા સહિત ૬ ઝડપાયા


SHARE









મોરબી અને માળીયામાં જુગારની ત્રણ રેડ: બે મહિલા સહિત ૬ ઝડપાયા

મોરબી અને માળીયા તાલુકામાં જુગારની ત્રણ રેડ કરવાં આવી હતી ત્યારે બે મહિલા સહિત કુલ મળીને ૬ જુગારી મળી આવ્યા હતા જેથી પોલીસે તેને પકડીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ગામે બહુચરાજી માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી ત્યારે મીનાબેન અનવરભાઇ સનુરા (૨૩), બબીબેન જયંતીભાઈ કોળી (૬૦) અને જેન્તીભાઈ પ્રભુભાઈ સનુરા (૨૮) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી ૨૩૬૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

મોરબી તાલુકાના જુના ટિંબડી ગામે પ્રાથમિક શાળા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા ગોવિંદભાઈ ધીરુભાઈ સુરેલા (૨૨) અને સંજયભાઈ હકાભાઇ વિજવાડિયા (૧૯) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી ૧૦૦૦ રૂપિયાની કે ની રોકડ કબજે કરી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

માળીયા શહેરમાં આવેલ માતમ ચોક પાસે ખંડેર મકાન નજીક વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે લેતા યુસુફભાઈ કાસમભાઈ જેડા (ઉમર ૪૪) રહે માતમ ચોક જેડાવાસ વાળા આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૬૦૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો






Latest News