મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

ગુજરાત રાજ્યના એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી


SHARE







ગુજરાત રાજ્યના એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી

(શાહરૂખ ચૌહાણ) ગુજરાત રાજ્યના એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે મૂળ મોરબી તાલુકાનાં નાગડાવાસ ગામના વતની જયેન્દ્રસિંહ દિલીપસિંહ  જાડેજાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે જેથી ચોમેરથી તેઓ ઉપર શુભકામનાઓ વરસી રહી છે અને ખાસ કરીને વાંકાનેર ડેપો તેમજ રાજકોટ ડિવિઝનના સ્ટાફમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે

મોરબીના નાગડાવાસ ગામના વતની અને સામાન્ય પરિવારમાંથી પોતાની સરળ જીવન શૈલી ધરાવતા હંમેશા સતત કાર્યશીલ રહી ગુજરાત એસટીમાં વર્ષોથી સેવા આપતા તેમજ સતત 20 વર્ષ સુધી બિન હરીફ એસ.ટી. ક્રેડિટ સોસાયટી રાજકોટના પ્રમુખ રહ્યા છે અને રાજકોટ વિભાગના વર્ષોથી એસ.ટી. કર્મચારી મંડળનું પ્રમુખ તરીકે પ્રતિનિધિત્વ કરતાં જયેન્દ્રસિંહ દિલીપસિંહ  જાડેજા (જયુભા જાડેજા) ની ગુજરાત રાજ્યના એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે જેથી કરીને એસટીના સ્ટાફ તેમજ તેના મિત્રો અને સગા સ્નેહીઓ તરફથી તેઓને શુભકામનાઓ પાઠવવામા આવી રહી છે  અત્રે ઉલેખનીય છે કેજયુભા જાડેજાના નેતૃત્વમાં હંમેશા દરેક કર્મચારીઓનું હિત રહેલું હોય છે અને દરેક કર્મચારીઓ એક પારદર્શક નેતા તરીકે તેઓને સ્વીકારે છે હાલમાં તેઓની ગુજરાત રાજ્યના એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવતા વાંકાનેર એસ.ટી. ડેપોના દરેક કર્મચારીઓ ખુશીની લાગણી છે 






Latest News