ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ જગદીશભાઇ ઠાકોર કાલે મોરબીમાં
મોરબીમાં વિહિપ, બજરંગ દળ અને માલધારી સમાજ દ્વારા કિશન બોળીયાની હત્યા મુદે મૌન રેલી
SHARE
મોરબીમાં વિહિપ, બજરંગ દળ અને માલધારી સમાજ દ્વારા કિશન બોળીયાની હત્યા મુદે મૌન રેલી
ધંધુકા ખાતે હિન્દુ માલધારી યુવાન અને ગૌરક્ષક સ્વ.કિશનભાઈ શિવાભાઈ બોળીયાની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને રેલી યોજીને આરોપીઓ સામે કડક પગલા લેવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે સોમવારે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા મોરબી જિલ્લા અને શહેર તેમજ માલધારી સમાજ દ્વારા દરબારગઢથી નીકળી કલેક્ટર કચેરી સુધી મૌન પદયાત્રા રેલી યોજાશે
ગુજરાતનાં ધંધુકા ખાતે હિન્દુ માલધારી યુવાન અને ગૌરક્ષક સ્વ. કિશનભાઈ શિવાભાઈ બોળીયાની વિધર્મી દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી છે અને હત્યારાઓને ઝડપથી પકડીને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક સજા આપવામાં આવે તે માટે મોરબીમાં મૌન પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને સોમવારે સવારે ૧૧ વાગ્યે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા મોરબી જિલ્લા અને શહેર તેમજ માલધારી સમાજ દ્વારા દરબારગઢથી નીકળી કલેક્ટર કચેરી સુધી મૌન પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હિન્દુ પ્રેમી જનતાને બહોળી સંખ્યામાં જોડાવા અનુરોધ કરવામાં આવેલ છે









