મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામે સરપંચ તરીકે ભાણીબેનએ ચાર્જ સંભાળ્યો 


SHARE







મોરબીના નારણકા ગામે સરપંચ તરીકે ભાણીબેનચાર્જ સંભાળ્યો 

મોરબી જીલ્લામાં તાજેતરમાં ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઇ હતી ત્યાર બાદ હાલમાં પંચાયતોમાં નવા સરપંચ અને ઉપ સરપંચ ચાર્જ સાંભળી રહ્યા છે ત્યારે મોરબીમાં ચૂંટણી સમયે ભારે ચર્ચાસ્પદ બનેલા નારણકા ગામની ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તરીકે ભાણીબેન ગોવિંદભાઈ બોખાણીએ ચાર્જ સંભાળ્યો છે.

મોરબી તાલુકા વિકાસ અધિકારીના આદેશ મુજબ તલાટીકમ મંત્રી ડી.પી.જાડેજા તથા એચ.આર.ડી. કન્સલ્ટન્ટ એસ.બી.એમ.(જી) ગ્રામીણ, ડી.આર.ડી.એ.મોરબી છૈયા નરસંગ એસ. ની ઉપસ્થિતમાં નારણકા ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચુંટણી યોજાયેલ હતી. જેમાં ચુંટાયેલ સભ્યોની સહમતિથી પુજાબેન નિલેશભાઈ મેરજાની બિનહરીફ વરણી કરવામાં આવી છે આમ નારણકા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ભાણીબેન ગોવિંદભાઈ બોખાણી, ઉપસરપંચ પુજાબેન નિલેશભાઈ મેરજા, સભ્ય જયેશભાઈ કાનજીભાઈ બોખાણી, જીજ્ઞેશભાઈ ભરતભાઈ મેરજા, મનસુખભાઈ રતિલાલ મેરજા, જીનુબેન જીવણભાઈ આલ, નયનાબેન ભરતભાઈ સુરાણી, નરેશભાઈ રામજીભાઈ સુરાણીએ ચાર્જ સંભાળ્યો હતો. આ તકે નવનિયુક્ત નારણકા ગ્રામ પંચાયત બોડીએ નારણકા ગામમાં વધુમાં વધુ વિકાસલક્ષી કાર્યો કરાઇ તેવી ગ્રામજનોને ખાતરી આપી હતી.






Latest News