મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સરતાનપર રોડ ઉપર મશીનનો બેલ્ટ બદલાવતા સમયે હાથ આવી જતાં મહિલાનું મોત


SHARE







મોરબીના સરતાનપર રોડ ઉપર મશીનનો બેલ્ટ બદલાવતા સમયે હાથ આવી જતાં મહિલાનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે સરતાનપર રોડ ઉપરના કારખાનાની અંદર મશીનનો કન્વેન્યર બેલ્ટ બદલાવતા સમયે હાથ મશીનમાં આવી જવાથી મહિલાનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે સરતાનપર રોડ ઉપરના સેટમેક સીરામીકમાં કન્વેન્યર બેલ્ટને બદલાવતા સમયે હાથ મશીન અને બેલ્ટની વચ્ચે આવી જતાં હાથ મશીનમાં ખેંચાઇ જવાથી માથાના ભાગે પછડાટ લાગતા વર્ષાબેન નગીનભાઈ બારીયા નામના ૩૧ વર્ષીય મજુર મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જેથી કરીને તેઓના ડેડબોડીને પીએમ અર્થે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું.બનાવ સંદર્ભે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલે પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં બન્યો હોવાથી વાંકાનેર તાલુકા પોલીસને બનાવ સંદર્ભે જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામના ગીતાબેન હીરાભાઈ પાંચીયા અને હિરાભાઈ સુરાભાઈ પાંચીયાને લક્ષ્મીનગર ગામ પાસેના પેટ્રોલ પંપ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થવાથી બંનેને સારવાર માટે લઈ જવાયા હતા જ્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર ગામે ચુલામાં દાઝી ગયેલ કોમલબેન અરવિંદભાઈ મકવાણા નામની પાંચ વર્ષીય બાળાને સારવાર માટે મોરબી સિવિલે દાખલ કરવામાં આવી હતી.

વૃદ્ધ સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર આવેલી અરિહંત સોસાયટીમાં રહેતા હરજીવનભાઈ કરમશીભાઇ મેરજા નામના ૬૨ વર્ષીય વૃદ્ધ ઘરેથી કામ સબબ બહાર જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઇક જીઆઈડીસી પાસે સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત હરજીવનભાઈ મેરજાને સારવાર માટે ખસેડાયા હતા.જયારે મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા પરાગભાઈ લાભશંકર મોદી નામના ૫૭ વર્ષીય આધેડે ફિનાઇલ પી લેતાં તેમને પણ સારવારમાં ખસેડાયા હતા.પોલીસ મથકના હમીરભાઇના જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી પરાગભાઇ કામ કરી શકતા ન હોય માનસિક બીમાર રહેતા હોય અને પત્નીએ કામ કરવું પડતું હોય તેમજ સંતાનમાં બે દીકરીઓ હોય તે બાબતે મનોમન લાગી આવતાં તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હતું.






Latest News