માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

ટંકારામાં પાણીદાર નેતાગીરીના અભાવે એકમાત્ર સરકારી દવાખાનામાં છેલ્લા ૧૬ વર્ષથી એમડી ડોક્ટરની જગ્યા ખાલી..!


SHARE











ટંકારામાં પાણીદાર નેતાગીરીના અભાવે એકમાત્ર સરકારી દવાખાનામાં છેલ્લા ૧૬ વર્ષથી એમડી ડોક્ટરની જગ્યા ખાલી..!
 
ટંકારામાં તાવ શરદી ઉધરસના દૈનિક ૫૦૦ કેસ હોસ્પિટલમાં આવતા દવાખાના કિડિયારૂની જેમ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે છતાં પણ જાડી ચામડીના તંત્ર ટંકારામાં એમડી ડોક્ટરની જગ્યા ભરતા નથી..! એક એમબીબીએસ ડોકટરને પણ ડેપ્યુટેશનમાં મોકલી દીધા, ધન્વંતરિ રથ અદ્રશ્ય થઈ આંટાફેરા કરે છે.જેથી પાણીદાર સ્થાનિક નેતાગીરીના અભાવે પ્રજાએ સજા ભોગવી પડી રહી છે.
 
ટંકારા તાલુકામાં કોરોનાની ત્રિજી લહેરમાં રેકોડતોડ કેસો નોંધાયા છે સાથે તાવ ઉધરસ શરદી અને વાયરસથી દૈનિક હોસ્પિટલમાં કિડિયારૂની જેમ દર્દી ઉભરાઈ રહ્યા છે અને સૌથી મોટી વિડંબણાએ છે કે એકાદ લાખની વસ્તી ધરાવતા તાલુકાને એક એમડી ડોક્ટર પણ મળતો નથી જેના કારણે સરકારી દવાખાનું શોભાના ગાંઠીયા સમાન બની ઉભુ છે ત્યાં દવા લેવા આવનાર મજબુરી સિવાય પગથયુ ચડવામાં પણ સંકોચ અનુભવે છે.
 
આજે દેશ ગણતંત્ર બન્યાને ભલે ૭૩ વર્ષ થયા પરંતુ ટંકારાનુ આંધળું બહેરૂ અને જાડી ચામડીનું તંત્ર અને નેતાઓને પ્રજાનો અવાજ નાતો કદી સંભળાયો છે કે નાતો એના માટે કોઇ બોલ્યુ છે.એકમાત્ર સરકારી દવાખાનામાં છેલ્લા ૧૬ વર્ષથી એમડી ડોક્ટરની જગ્યા પણ ખાલી છે.એક એમ્બ્યુલન્સ છે પણ કાયમી ડાયવર નથી..! ઓક્સિજન પ્લાન્ટ ચાલુ કોણ કરશે..? એક ડોક્ટર તો ડેપ્યુટેશનમા મોકલી દીધા એક ડોકટર દેકારો અને બાપો મારી કરે અને એક ડોક્ટરે દવાખાનું ચાલે છે ત્યારે દર્દીના દર્દને કોણ દુર કરશે તે સૌથી મોટો સવાલ ઉભો છે.સૌથી ઓછુ વેકશીનનેશન અહીંની સીએચસી ખાતે થયુ છે છતા તપાસના આદેશ છુટયા નથી અહીં બીજી લહેરમાં એકપણ દર્દીને સારવાર કરવામાં ન આવી છતા કોઈ પગલા લેવાયા નથી અને સાવ ધકેલપંચા દોઢસો માફક ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર ચાલે છે ત્યારે તાત્કાલિક અસરથી એક એમડી ડોક્ટરની જગ્યા ભરવામાં આવે તેવી ટંકારાવાસીઓ માંગ કરી રહ્યા છે.



Latest News