મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડી પાસે બંધ ટ્રકની પાછળ બાઈક અથડાતાં સેવારામ અને લાલજીભાઇ નામના બે પરપ્રાંતિયોના મોત


SHARE











 

મોરબીની રવિરાજ ચોકડી પાસે બંધ ટ્રકની પાછળ બાઈક અથડાતાં સેવારામ અને લાલજીભાઇ નામના બે પરપ્રાંતિયોના મોત

મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસેની રવિરાજ ચોકડી નજીક બંધ પડેલા ટ્રકની પાછળના ભાગમાં બાઈક અથડાયું હતું જેથી કરીને બાઇકમાં બેઠેલા એક યુવાન અને એક વૃદ્ધ એમ બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે.જેથી કરીને મૃતકના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગોજારા વાહન અકસ્માતના બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના માળીયા હાઈવે ઉપર લક્ષ્મીનગર ગામ પાસે આવેલ રવિરાજ ચોકડી નજીક ગઇકાલે રાતના સાડા દશેક વાગ્યાના અરસામાં બંધ પડેલા ટ્રકની પાછળના ભાગમાં ડબલ સવારી બાઈક ધડાકાભેર અથડાયું હતું જેથી કરીને બાઇકમાં બેઠેલા બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા.ત્યારબાદ બંને વ્યક્તિઓના મૃતદેહોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક બે વ્યક્તિઓમાંથી એકનું નામ સેવારામભાઈ સુરૂભાનભાઇ પટેલ (ઉંમર ૩૫) રહે.બાડવાની મધ્યપ્રદેશ અને બીજા વ્યકિતનું નામ લાલજીભાઇ (ઉમર ૫૦) હોવાનું સામે આવ્યું છે જોકે, બંને મૃતકો કયાંથી કયાં જઇ રહ્યા હતા તે હાલ જાણવા મળેલ ન હોય પોલીસે તે દિશામાં તજવીજ હાથ ધરેલ છે. વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક પૈકીના લાલજીભાઈ અમરેલી ગામ પાસે આવેલી વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા હતા જ્યારે મૃતક સેવારામભાઈ પટેલ વાધરવા તરફની કોઈ વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા હતા સંભવતઃ લાલજીભાઈ અમરેલી તરફથી સેવારામને મુકવા માટે વધારવા તરફ જતા હોય અને તે સમયે આ અકસ્માત થયો હોય તેવું હાલ પ્રાથમિક અનુમાન કરીને પોલીસે બનાવ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ બારૈયા તપાસ ચલાવી રહ્યા છે.






Latest News