મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

માળીયા(મી) નાં વિરવિદરકામાં યુવાનની હત્યા કરનાર આરોપી જેલ હવાલે


SHARE







માળીયા(મી) નાં વિરવિદરકામાં યુવાનની હત્યા કરનાર આરોપી જેલ હવાલે

મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં વિરવિદરકા ગામે ગામે મજૂરી કામ કરવા માટે આવેલા એમપીના મજૂરની પત્નીના વાડાના માલિકના ભત્રીજાએ અશ્લીલ ચેડા કર્યા હતા અને અશ્લીલ માંગણી કરી હતી જેથી કરીને મજૂરે તેને માથામાં ઈંટ અને પથ્થર મારીને તેમજ છરી વડે ગળું કાપીને તેની હત્યા કરી હતી જે ગુનામાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને તેના એક દિવસના રિમાન્ડ પૂરા થતાં આરોપીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે. 

મોરબી જિલ્લાના માળીયા(મી) તાલુકાના વિરવિદરકા ગામે તળાવના કાંઠે યુવાન રોહિતભાઈ જીવાભાઈ સુરેલા (૨૭)ની હત્યા કરવામાં આવી હતી જેથી પોલીસે મૃતક યુવાન રોહિતભાઈના ભાઈ મહેશ જીવાભાઈ સુરેલાની ફરિયાદ લઈને હત્યાનો ગુનો નોધ્યો હતો અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને હત્યાના દિવસથી જ ગુમ થયેલ આદિવાસી પરિવાર ઉપર પહેલાથી જ શંકા હતી અને તેને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં ગુમ થયેલા આદિવાસી પરિવારના યુવાને ગામના જ એક વ્યક્તિના ફોનમાંથી તેના સગાને ફોન કર્યો હતો જેના આધારે માળીયા તાલુકા પોલીસને હત્યાના આ કેસની ગુથી ઉકેલવામાં સફળતા મળી ગયેલ છે અને યુવાનની હત્યા કરનારા આરોપી દિનેશભાઇ ગોવિંદભાઇ નાયક (30)ની ધરપકડ કરવામાં આવી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં હાલમાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, મૃતક રોહિતભાઈ આરોપીના ઘરે અવાર નવાર આવતો હતો અને તેને આરોપીની પત્ની સુમિત્રા ઉર્ફે કાળીની મશ્કરી કરતો હતો અને તેની સાથે અશ્લીલ ચેડા કરીને અશ્લીલ માંગણી કરી હતી જેથી આરોપીએ તેની હત્યા કરી નાખી હતી.






Latest News