મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું
SHARE
ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું
હળવદના ધણાદ ગામે રહેતો યુવાન ઓનલાઈન કોઈ ગેમ રમતો હતો અને તે ગેમની અંદર પૈસા હારી જવાના કારણે તેના ઉપર દેણું થઈ ગયું હતું જેથી યુવાને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ આ બનાવની મૃતક યુવાનના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
હળવદના ધાણાદ ગામે રહેતા ઘનશ્યામભાઈ નાનજીભાઈ સોલંકી (31) નામના યુવાને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તે યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા નાનજીભાઈ પીતાંબરભાઈ સોલંકી (65) રહે. ઘણાદ તાલુકો હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન કોઇ ઓનલાઇન ગેમ રમતો હતો અને તેમાં રૂપિયા હારી જવાના કારણે તેના ઉપર દેણું થઈ ગયું હતું તેવામાં યુવાને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તે યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે
સગીરા સારવારમાં
મોરબીના વીસીપરામાં આવેલ કુલછાબ કોલોનીમાં રહેતી હીનાબેન રમેશભાઈ ખીટ (15) નામની સગીરા ઘરે કામ કરી હતી ત્યારે માળીયા ઉપરથી નીચે પડતા તેને માથાના ભાગે ઇજા થઈ હતી જેથી ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
મારા મારીમાં ઇજા
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સિદ્દીકભાઈ ગફુરભાઈ માણેક (29) નામનો યુવાન રાત્રિના નવ વાગ્યાના અરસામાં કબ્રસ્તાન પાસે હતો ત્યારે ત્યાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને હાથે અને પગે માર મારીને ઈજા કરવામાં આવતા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી