મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે નવા બાયલોઝ બનાવવા મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં અનુમતિ અપાઈ


SHARE









મોરબીમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે નવા બાયલોઝ બનાવવા મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં અનુમતિ અપાઈ

મોરબી મહાપાલિકામાં આજે ગાંધી જયંતીના દિવસે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં શહેરમાંથી નીકળતા ઘન કચરાના વ્યવસ્થાપન માટે નવા બાયલોઝ બનાવવા માટે અનુમતિ આપવામાં આવી હતી. અને માત્ર પાંચ જ મિનિટની અંદર ખાસ સામાન્ય સભાની બેઠક પૂર્ણ કરવામાં આવી હતી

મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમ સુરાણીના અધ્યક્ષ સ્થાને મોરબી મહાપાલિકાના સભાખંડમાં ગાંધી જયંતીના દિવસે ખાસ સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ વિવિધ કમિટીના ચેરમેન તથા ચૂંટાયેલા સભ્યો તેમજ કમિશનર સંગીતા રૈયાણી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ બેઠકમાં માત્ર બે જ એજન્ડા હતા જેમાં એક એજન્ડા ગત સામાન્ય સભાની બેઠકની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી અને ત્યારબાદ બીજો એજન્ડા રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ઘન કચરાના વ્યવસ્થાપન માટે નવા બાયલોઝ બનાવવા માટેનો હતો જેને તમામ સભ્યો દ્વારા ખાસ સામાન્ય સભામાં અનુમતિ આપવામાં આવી હતી. ઉલેખનીય છે કે, આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નવા બાયલોઝ બનાવીને મૂકવામાં આવશે ત્યાર બાદ તેને સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. અને મોરબીમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે નવા બાયલોઝ અમલમાં મૂકવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.ખાસ કરીને હાલમાં 'સ્વચ્છતા હી સેવા' સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીના તમામ વોર્ડમાં સફાઈ અભિયાન ચાલુ છે. ત્યારે જ્યાં પણ ગંદકી હશે તેનો નિકાલ કરાશે અને નગરજનોને પણ આ અભિયાનમાં જોડાઈને પોતાનું યોગદાન આપવા માટે મેયરે અપીલ કરી હતી તેમજ મોરબીના પરાબજાર સહિતના વિસ્તારોમાં 24 કલાક ધૂળની ડમરીઓ ઉડે છે તેના માટે શું કરશો તે સવાલના જવાબમાં મેયરે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં આ સમસ્યાનો કરવા માટેનું પણ આયોજન કરવામાં આવશે.




Latest News