મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે


SHARE









મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે

મોરબીની ધ.વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલમાં વર્ષ 1976થી 1978 દરમિયાન 12 સાયન્સની પ્રથમ બેચમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓના ગોલ્ડન જ્યુબિલી સ્નેહમિલનનું આયોજન કર્યું છે અને આ કાર્યક્રમ આગામી તા 4 ઓક્ટોબરને રવિવારે રાખવામા આવેલ છે અને 50 વર્ષ પહેલા સાથે ભણતા સહપાઠીઓ તેના પરિવાર સાથે કાર્યક્રમમાં હાજર રહેશે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકત્ર થઈને ગુરુવંદ કરશે તેમજ જૂના સંસ્મરણો તાજા કરશે.

આ બેચના વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન નવા અભ્યાસક્રમ, મર્યાદિત સાધનો અને લેબોરેટરીની સુવિધાઓના અભાવ વચ્ચે શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધેલા આ વિદ્યાર્થીઓ પાંચ દાયકા બાદ ફરી એક મંચ પર મળશે. કાર્યક્રમમાં તત્કાલીન ગુરુજનોનું સન્માન કરી ગુરુવંદના કરવામાં આવશે તેમજ અભ્યાસકાળની યાદો વાગોળી મિત્રતાના સંબંધોને નવેસરથી જીવંત કરાશે. આ ગોલ્ડન જ્યુબિલી સ્નેહમિલન સવારે 9થી સાંજ સુધી નાલંદા વિદ્યાલય, વીરપર પાસે, મહિન્દ્રા કાર શોરૂમવાળી શેરી, મોરબી-રાજકોટ હાઈવે ખાતે યોજાશે. આયોજનને આખરી ઓપ આપવા ડો. જયંતિભાઈ ભાડેસીયાના માર્ગદર્શન હેઠળ ઇન્દુલાલ રાણપરા, યોગેશભાઈ પટેલ, દિલીપભાઈ સોલંકર સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.




Latest News