મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં 1.75 કરોડના ખર્ચે કાયાપલટ કરાયેલ સૂરજબાગનું રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા અને મેયર ઉત્તમભાઈ સુરાણીના હસ્તે કરાયું લોકાર્પણ


SHARE









મોરબીમાં 1.75 કરોડના ખર્ચે કાયાપલટ કરાયેલ સૂરજબાગનું રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા અને મેયર ઉત્તમભાઈ સુરાણીના હસ્તે કરાયું લોકાર્પણ

મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ સુરજબાગનું રીનોવેશન કરવામાં આવ્યા બાદ આજે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણીના હસ્તે સૂરજબાગને લોકાર્પણ કરવામાં આવ્યું છે આ બાગમાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિતના તમામ લોકોને ત્યાં રમવા, બેસવા અને કસરત માટેની અનેક સુવિધાઓ મળશે.

મોરબીના સૂરજબાગની હાલત અગાઉ દયનીય હતી પરંતુ કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યા બાદ સુરજબાગની કાયાપલટ કરવા માટેનું કામ હાથ ધરવામાં આવ્યું હતું અને તોતિંગ ખર્ચ કરીને સૂરજબાગની કાયાપલટ કરવામાં આવી છે અને તેનું કામ પૂર્ણ થયા બાદ આજે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા તેમજ મહાનગરપાલિકાની વિવિધ કમિટીના ચેરમેન અને કોર્પોરેટરની હાજરીમાં આજે સૂરજબાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

આ તકે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની યોજના અંતર્ગત સૂરજબાગનું 1.75 કરોડ રૂપિયાના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા આગામી બે વર્ષ સુધી બગીચાની જાળવણી રાખવાના શરતે તેને કામ આપવામાં આવ્યું હતું જોકે સરકાર દ્વારા લોકો માટે સુવિધા ઉભી કરવામાં આવે તેની જાળવણી રાખવાની જવાબદારી લોકોની હોય છે ત્યારે આ બાગની અંદર ઉભી કરવામાં આવેલ તમામ સુવિધાઓને જાળવી રાખવા માટે રાજ્યમંત્રીએ લોકોને અપીલ કરી હતી.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, ચોમાસાએ હવે વિદાય લીધી છે ત્યારે મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં દર અઠવાડિયે વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે અને લોકોને વધુ સારી સુવિધાઓ મળે તેના માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે અંતમાં મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે સૂરજ બાગની અંદર હાલમાં યોગા પોઇન્ટ, વોકવે, આરો પ્લાન્ટ, બેસવા માટેના બાકડા વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આ બાગની અંદર રાખવામાં આવેલી તમામ સુવિધાઓનો મોરબી વાસીઓ ઉપયોગ કરે અને અહીંની વ્યવસ્થાઓને સારી રીતે જાળવી રાખે તે જરૂરી છે.




Latest News